અમેરિકાના વોશિંગ્ટનમાં 'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ભારતમાં રાજકીય ગરમાવો આવ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે આ ઘટના અંગે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, ટ્રમ્પ પર ગોળીઓ ચાલવી જ જોઈએ અને ભારતમાં પણ લોકોની જનભાવના કંઈક આવી જ છે.કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "ટ્રમ્પ દુનિયા પર દબદબો બનાવવા માંગતા હતા અને બીજા દેશોને અસ્થિર કરવા માંગતા હતા. જેવી કરણી તેવી ભરણી. જેવી તેમણે અપેક્ષા રાખી હતી તેવું ન થયું એટલે આ તો થવાનું જ હતું."તેમણે ઉમેર્યું કે, ભારતની જનતાનો મૂડ પણ કંઈ અલગ નથી. અહીં લોકો બહાર નથી આવી રહ્યા એટલે ભ્રમ છે કે બધું બરાબર છે, પરંતુ લોકોની ભાવના એવી જ છે કે દેશને તબાહ કરવામાં આવી રહ્યો છે.
જોકે, તેમણે ઘટનાની નિંદા કરતા એમ પણ કહ્યું કે આટલા ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ સાથે આવું ન થવું જોઈએ, પરંતુ જનતાની પ્રતિક્રિયા નેતૃત્વ કેવું છે તે દર્શાવે છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરની ઓળખ કરી લીધી છે. તેનું નામ કોલ ટોમસ એલન (31 વર્ષ) છે. તે કેલિફોર્નિયાનો રહેવાશી છે. આરોપી ટ્રેન દ્વારા વોશિંગ્ટન આવ્યો હતો અને જે હોટલમાં કાર્યક્રમ હતો ત્યાં જ થોડા દિવસ અગાઉ રોકાયો હતો. આરોપીના પરિવારે પણ તેની વર્તણૂક બાબતે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તે વહીવટી અધિકારીઓને નિશાન બનાવવા માંગતો હતો.
Reporter: admin







