લેબનાન: ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 16 એપ્રિલથી અમલી બનેલા નાજુક સીઝફાયરનો ભંગ થયો છે.
હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં એક 19 વર્ષીય ઇઝરાયલી સૈનિકનું મોત થયું હતું, જેના જવાબમાં ઇઝરાયલી વાયુસેનાએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા હતા. જેમાં 14 લોકોના મોતની માહિતી સામે આવી છે. ઇઝરાયલી વાયુસેનાએ લેબેનોન તરફથી છોડવામાં આવેલા હિઝબુલ્લાહના ત્રણ ડ્રોનને સરહદ ઓળંગે તે પહેલા જ હવામાં તોડી પાડ્યા હતા. આ ડ્રોન વેસ્ટર્ન ગલીલી વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યા હતા.
દક્ષિણ લેબનાનમાં તૈનાત ઇઝરાયલી સૈનિકો પર હિઝબુલ્લાહના ડ્રોન હુમલામાં એક સૈનિક શહીદ થયો છે અને અન્ય છ સૈનિકો ઘાયલ થયા હોવાની આર્મીએ પુષ્ટિ કરી છે.ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દક્ષિણ લેબનાનના અનેક ગામોના રહેવાસીઓને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની ચેતવણી આપી છે. IDF એ હિઝબુલ્લાહના એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જ્યાંથી ઇઝરાયલી સૈનિકો પર હુમલા કરવામાં આવતા હતા.
Reporter: admin







