મુંબઈ : ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા આઇફોન અને આઇપેડ યુઝર માટે ચેતવણી આપવામાં આવી છે.
એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાથી યુઝર્સના ડેટા ચોરી થવાનો ભય રહેલો છે. આઇફોનની iOS 18.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ અને iPadOS 17.7.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય તો યુઝર્સ માટે ખૂબ જ મોટું જોખમ છે. આથી આ ખામીને કારણે યુઝર્સ પોતાના ડેટા ગુમાવવાની સાથે મોબાઇલનો ઉપયોગ પણ નહીં કરી શકે એવું બની શકે છે.ઇન્ડિયન કમ્પ્યુટરઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એપલની ઘણી નવી અને જૂની ડિવાઇસમાં ખામી જોવા મળી છે.
આઇફોન XSથી લઈને આઇફોન 16 અને આઇપેડ પ્રો, એર, મિની અને સ્ટાન્ડર્ડ મોડલના વિવિધ આઇપેડમાં પણ આ ખામી જોવા મળી છે. આથી યુઝર કઈ ડિવાઇસનો ઉપયોગ કરે છે એ નહીં, પરંતુ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે એ મહત્વનું છે.આઇફોન અને આઇપેડની નોટિફિકેશન સિસ્ટમમાં ખામી છે. આ એક એપલનું ઇન્ટર્નલ મેસેજિંગ ફ્રેમવર્ક છે અને એમાં જ ખામી છે. આથી કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ પ્રકારની પરવાનગી વગર સિસ્ટમ-લેવલનું નોટિફિકેશન મોકલી શકે છે. આ ખામીને કારણે ડિવાઇસને ક્રેશ કરી શકાય છે. આ ડિવાઇસને થોડા સમય માટે હેન્ગ પણ કરી શકે છે.
Reporter: admin