મુંબઈ: અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન અને તેની બહેન ક્લોઇ કાર્દશિયન 12-14 જુલાઈ વચ્ચે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવનો ભાગ બન્યા હતા.
બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે બોલિવૂડની હસ્તીઓ, હોલિવૂડ સ્ટાર્સ તેમજ પોલિટિશિયન,સ્પોર્ટસ જગતના નામી ચહેરાઓ વગેરે જોવા મળ્યા હતા.કિમ કાર્દશિયને આ ભવ્ય લગ્ન સમારોહની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાંની કેટલીક તસવીરો ભગવાન ગણેશજીની મૂર્તિ સાથે પણ ક્લિક કરવામાં આવી હતી. ભગવાનની મૂર્તિ સાથે અજીબોગરીબ પોઝ આપતી આ તસવીરો જોઇને યુઝર્સ ભડક્યા હતા.
યુઝર્સે કિમ પર હિંદુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જે બાદ કિમને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે આ તસવીરો ડિલીટ કરી દીધી હતી. ડિલીટ કરાયેલા એક ફોટોમાં કિમ ગણપતિની મૂર્તિ સાથે પોઝ આપતી જોવા મળી હતી, જ્યારે બીજા ફોટોમાં ગણપતિની મૂર્તિના માથા પર બંને હાથ રાખીને પોઝ આપ્યો હતો.આ બીજો ફોટો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ ગયા. યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરવા લાગ્યા હતા.
Reporter: admin