News Portal...

Breaking News :

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર છૂટાછેડાની પોસ્ટ લાઈક કરતાં ચાહકો ચિંતિત

2024-07-19 10:13:11
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર છૂટાછેડાની પોસ્ટ લાઈક કરતાં ચાહકો ચિંતિત


મુંબઈ: અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને તેઓ કદાચ છૂટાછેડા લઈ શકે છે તેવી ચર્ચા લાંબા સમયથી છે.અનંત અંબાણીના લગ્ન સમયે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે ઉભું થયેલું અંતર સ્પષ્ટ જોવા મળ્યું હતું.


ચર્ચાઓ વચ્ચે અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર છૂટાછેડા વિશેની એક પોસ્ટ લાઈક કરતાં બંનેના ચાહકો વધુ ચિંતિત બન્યા છે.સોશિયલ મીડિયા પર આ પોસ્ટમાં જણાવાયું છે કે ૫૦થી વધુ વયના યુગલો છૂટાછેડા લે તેવા ગ્રે ડાયવોર્સ અથવા તો સિલ્વર સ્પલીટર્સના કેસો વધતા જાય છે. કોઈ વૃદ્ધ યુગલને સજોડે જોઈને અનેક લોકોને પોતે પણ પોતાના પાર્ટનર સાથે આ રીતે આજીવન સાથે રહેશે તેવી અપેક્ષા જાગે છે.પરંતુ જિંદગીમાં હમેશાં આપણે ઈચ્છીએ તેમ બનતું નથી. 


જેમણે દાયકાઓથી સાથ નિભાવ્યો હોય, જિંદગીનો એક મોટાભાગનો સમય સાથે ગાળ્યો હોય તેવા લોકો છૂટા પડી જતા હોય તેવું પણ બને છે.અભિષેક બચ્ચને આ પોસ્ટ ને લાઈક કરી છે. તે પરથી તે અને ઐશ્વર્યા ખરેખર છૂટાછેડા લઈ રહ્યાં છે કે શું તે બાબતે ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાનાં લગ્ન ૨૦૦૭માં થયાં હતાં.૨૦૧૧માં તેમને ત્યાં દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. જોકે, કેટલાય સમયથી અનેક ઈવેન્ટસમાં ઐશ્વર્યા બાકીના બચ્ચન પરિવારથી વિખૂટી જોવા મળે છે.

Reporter: admin

Related Post