News Portal...

Breaking News :

CM ભુપેદ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી

2025-01-21 15:43:03
CM ભુપેદ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી


અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી. 


અમદાવાદના બોપલમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત જતી વખતે CM ભુપેદ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ હતી. જેને લઈ થોડીવાર માટે પોલીસના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે નવનિર્મિત ઑક્સિજન પાર્કની મુલાકાત પણ લઈને વૃક્ષારોપણ પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. 


જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે. આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બીલીપત્ર, ગરમાળો, પીન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમહોર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post