વડોદરા : શહેર માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે આવેલ સાઈનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મહા ભંડારાનું આયોજન કરવામાં હોય છે
ત્યારે આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઈબાબાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલ સાઈનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સાઇબાબા ની પ્રસાદી નું આયોજન કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ભંડારા પૂર્વે સાઈબાબાની આરતી કરવામાં આવી હતી સાથે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને આરતી કર્યા બાદ મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચ હજારથી વધુ સાંઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. 20 જાન્યુઆરી એટલે સાઈબાબાનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે છેલ્લા 21 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે વધુમાં સાઈબાબાના સેવકએ જણાવ્યું હતું.
Reporter: admin