વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા ખાતે રોડની બંને બાજુની પાંચ-સાત દુકાનોની આસપાસ બહાર મુકેલો માલ સામાન કબજે કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી એક મહિના અગાઉ ગેરકાયદે દબાણનો સફાયો કરાયા બાદ ફરી એકવાર દબાણો યથાવત થઈ જતા દબાણની ટીમ એક્શનમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા ખાતે, ગેરકાયદે દબાણોનો અગાઉ રોડ રસ્તાની બંને બાજુએ રાફડો ફાટ્યો હતો. રોડ રસ્તા સાંકડા થઈ જતા પાલિકા ની દબાણ શાખા એક્શનમાં આવી હતી અને આ વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો મોટાપાયે સફાયો કરાયો હતો.
ત્યારબાદ કેટલાક દુકાનદારોએ ફરી એકવાર પાંચ સાત દુકાનદરોએ દુકાન બહાર ગેરકાયદે માલ સામાન ગોઠવીને દબાણ કરી દીધું હતું. આ અંગેની જાણ થતા પાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શનમાં આવી હતી. જેપી પોલીસ સ્ટેશન પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મળતા ફરી એકવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન કેટલોક માલ સામાન કબજે કરવાની કાર્યવાહી પણ દબાણ શાખા દ્વારા શરૂ કરવામાં આવી હતી.
Reporter: admin