વડોદરા : વર્ષ ૨૦૧૪ થી વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે લોકોને રોજગાર પુરો પાડવામાં નિષ્ફળ નિવડેલ છે.
રોજ કમાઇને રોજ ખાનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતીજ જાય છે. એક બાજુ પી.એમ.સ્વ.નિધીના નામે આવા ગરીબ લોકોને ૧૦ હજારના પ્રારંભથી રેગ્યુલર હપતો ભરે તો ૪૦ હજાર સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે. આના ચેક લેવા કલાકો સુધી સી.એમ.ની રાહ જોઇને નાગરિકોને ઉભા રાખેલા હોય ત્યાં જ બીજી બાજુ જ્યારે પણ સી.એમ. પી.એમ કે અન્ય કોઇ મોટાપદ ઉપર બેઠેલા રાજકીય લોકો આવતા હોય
ત્યારે એજ લોકોને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દબાણ ગણીને લારી-ગલ્લા, પથારા, ટેમ્પા, ઉઠાવી લેવામાં આવે છે ત્યારે કોઇ કમાઇને રોજ ખાતાના લોકોની દયનીય હાલત જોવા મળે છે. આ બાબતે વધુ માહિતી આપતા પુષ્પાબેન વાઘેલા એ જણાવ્યું હતું.
Reporter: