News Portal...

Breaking News :

બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની ક્રેન તૂટી પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો વડોદરા સ્ટેશન પર તાત્

2025-03-24 10:25:52
બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની ક્રેન તૂટી પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો  વડોદરા સ્ટેશન પર તાત્


વડોદરા : અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ થઈ છે.



હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી હતી.


જેના કારણે અમદાવાદ -વડોદરા- મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે.મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી.

Reporter: admin

Related Post