News Portal...

Breaking News :

ટ્રાફિક પોલીસને ટ્રાફિક મેનેજમેન્ટની પડી જ નથી , બસ ખિસ્સા મેનેજમેન્ટમાં જ વ્યસ્ત

2025-05-13 09:59:56
ટ્રાફિક પોલીસને ટ્રાફિક મેનેજમેન્ટની પડી જ નથી , બસ ખિસ્સા મેનેજમેન્ટમાં જ વ્યસ્ત


સયાજીગંજ ટ્રાફિક એસિપી ઓફિસ નજીક ડેરી ડેન સર્કલ પર ગાડીઓ ની ખડકલો ઉપર પોલીસ આંખે પાટા મારી દે છે.
100 મીટર દૂર કડક બજારની બહાર રિક્ષામાં ગેરકાયદેસર પસેન્જર ભરે છે એ પણ પોલીસને નહીં દેખાય....




વડોદરા શહેર ટ્રાફિક પોલીસને માત્ર હપ્તા ઉઘરાવવામાં અને વાહન ચાલકોને હેરાન કરવામાં જ રસ છે. સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક એસીપીની કચેરી સામે જ અકસ્માત સર્જાતા એક વાહન ચાલકને ઇજા પહોંચી હતી. ટ્રાફિક પોલીસની ગેરહાજરીના કારણે અને બેદરકારીના કારણે વાહન ચાલકો રસ્તા પર બેફામ વાહનો ચલાવે છે અને તે રીતે જ એક મોપેડ ચાલકે ફુલ સ્પીડમાં વાહન હંકારીને અન્ય મોપેડ ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ જાણે કોઇની પણ બીક ના હોય તેમ ભાગી છુટ્યો હતો. બાઈક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. સયાજીગંજ એમ એસ યુનિ પાસેનો કટ  વાહન ચાલકો માટે ભય જનક બન્યો છે. ટ્રાફિક પોલીસ ની બહાર પણ ગેરકાયદેસર દબાણ ઉભું કર્યું છે. પણ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને કંઇ જ પડી નથી. શહેરમાં લકઝરી બસો અને ડંપરોની બેરોકટોક અવરજવર થઇ રહી છે પણ ટ્રાફિક પોલીસને હપ્તા મળી જતા હોવાથી મૌન છે. ટ્રાફિક પોલીસનું કામકાજ હવે માત્ર ટ્રાફિક જંકશન પર એક તરફ ઉભા રહીને વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવા પુરતું જ સિમીત રહ્યું છે કારણ કે મોટાભાગના ટ્રાફિક જંકશન પર ટીઆરબી જવાનો જ ટ્રાફિક મેનેજમેન્ટ કરાવે છે. 


સવારે 10થી 12 અને સાંજે 6 થી 8 મુખ્ય ટ્રાફિક જંકશનો પર ઉભા રહીને વાહન ચાલકોને હેલ્મેટ ના પહેરવા, પીયુસી,નંબર પ્લેટ,સહિતના મુદ્દે ખંખેરીને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઘેર જતા રહે છે. આમરી જાન મુજબ ટાર્ગેટ નાં કારણે આધે ધડ વાહન ચાલકોની પાસે દંડ વસુલ કરે છે. પણ રીક્ષા ચાલકો જે સયાજીગંજ ટ્રાફિક એસિપી ઓફિસ થી 100 મીટર દૂર ગેરકાયદેસર પેસેન્જર બેસાડે છે તેની પાસે વસુલ નહીં કરે. ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ એસી ઓફિસમાં બેસીને પોતાના હપ્તાખાઉં જવાનોને માત્ર નિહાળતા રહે છે. નો પાર્કીંગ ઝોનમાં બેરોકટોક પાર્કીંગ થઇ રહ્યું છે. લોકો બિન્ધાસ્ત બનીને 100ની સ્પીડે વાહન હંકારે છે, ખાનગી લકઝરી બસો અને ડંપરો છુટથી શહેરોમાં ફરી રહ્યા છે. રીક્ષા ચાલકો રિક્ષામાં પાંચ જણાથી વધુ લોકોને બેસાડીને શટલ મારતા ફરી રહ્યા છે. પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. ચાર દરવાજા વિસ્તારમાં ક્યાંય પણ ટ્રાફિક પોલીસ દેખાતી નથી. જેના કારણે સતત ટ્રાફિક જામ રહે છે. ટીઆરબી જવાનોને ટ્રાફિક નિયમન સોંપી દઇને ટ્રાફિક પોલીસના જવાનો એક સાઇડ વૃક્ષના છાંયડામાં ઉભી રહીને લોકોના ખિસ્સા ખંખેરે છે. વડોદરા શહેરમાં સતત થઇ રહેલા અકસ્માતોનું એક કારણ ટ્રાફિક પોલીસની નિષ્ક્રીયતા પણ છે. જેને શહેરીજનોની કાંઇ પડી નથી. ટ્રાફિક જામના દ્રષ્યો સતત જોવા મળે છે પણ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ક્યાંય દેખાતા નથી. ખાસ કરીને પીકઅવર્સમાં તો શહેરની સ્થિતી ખરાબ થઇ જાય છે.

Reporter: admin

Related Post