વડોદરાનાં નબળા નેતાઓની, નબળી કામગીરી...
સ્માર્ટ સિટી અને સ્વર્ણિમ ગ્રાન્ટની કરોડોની રકમ સ્વાહા...
વારસામાં/ મફતમાં મળેલી ગાયકવાડી મિલકતો જો પાલિકા સાચવી ના શકતી હોય તો મહારાજાને પરત આપી દેવી જોઈએ. જેથી હવે પછીની નિભાવણીની કામગીરી તેઓ સંભાળી શકે,તેઓ સક્ષમ છે.એમના કબજાની તમામ ગાયકવાડી મિલકત આજે પણ સહી સલામત છે....
શહેરના હેરીટેજ સમા ચાર દરવાજા વિસ્તારમાં સાત વર્ષમાં જ જર્જરીત થઇ ગયા..

સ્થાયી ચેરમેન લોકોને મૂર્ખ બનાવે છે, 2017માં સ્થાયીએ જ ચાર દરવાજાનું કામ કરાવ્યું હતું...
વડોદરામાં રહેલા ઐતિહાસીક વારસા સમા તમામ હેરિટેજ બિલ્ડીંગની જાળવણી અને નિભાવણી કરવામાં વડોદરા કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું છે. જો તમે આ ઐતિહાસિક વારસાને સાચવી ના શકતા હો તો કોર્પોરેશને આ વારસાને ગાયકવાડ સ્ટેટને પરત આપી દેવા જોઇએ. તમને મળેલી ભેટ જો તમે સાચવી ના શકો તો ગાયકવાડ સ્ટેટને પાછી આપીને બે હાથ જોડીને કહો કે અમે સાચવી શકીએ તેમ નથી ગાયકવાડ પરિવાર એટલું તો સક્ષમ છે કે તે આ ઐતિહાસીક વારસાને સાચવી લેશે. પણ આ પ્રકારે હેરિટેજને જર્જરીત દશામાં મુકી દઇને તેની જાળવણી કરવામાં માત્ર મિટીંગો કરી તથા કરોડોનું ફંડ મેળવી ભ્રષ્ટાચાર આચરવાનું બંધ કરવું જોઇએ. વડોદરાની પ્રજાની લાગણી આ ઐતિહાસીક વારસા સાથે જોડાયેલી છે અને આ લાગણી સાથે રમત કરવાની કોર્પોરેશન તથા વડોદરાના નેતાઓએ બંધ કરવું જોઇએ. સ્થાયી ચેરમેન એમ કહે છે કે માંડવી દરવાજાનું છેલ્લું રિસ્ટોરેશન 1856માં થયું હતું પણ સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી જુઠ્ઠુ બોલી રહ્યા છે અને તેમને ખબર જ નથી કે 2017માં તેમની જ સ્થાયી સમિતી દ્વારા રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં 5 કરોડ રુપિયાનો ખર્ચો કરાયો હતો. રિસ્ટોરેશનના નામે જે 5 કરોડ વપરાયા હતા તેનું શું થયું તેની વિજીલન્સ તપાસ થવી જોઇએ કારણ કે સાત વર્ષમાં જ માંડવી સહીતનાં દરવાજા ફરી જર્જરીત થઇ ગયા છે. આ માટે 2017થી 2025 સુધીના તમામ મેયર, સ્થાયી ચેરમેન તથા મ્યુનિ.કમિશનર જવાબદાર છે. સ્માર્ટ સિટીના નામે 5 કરોડ વાપરવામાં આવ્યા તે કોના ખિસ્સામાં જતા રહ્યા તેની ઉંડી તપાસ થવી જરુરી છે. સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી 1856માં છેલ્લે રિસ્ટોરેશન થયું હતું તેની વાતો કરે છે પણ તેમણે વાહવાહી મેળવવા પહેલા પુરતું હોમવર્ક કર્યું જ ન હતું. તેમની જ સ્થાયીની દરખાસ્ત હેઠળ ચાર દરવાજાનું રિસ્ટોરેશન કરાયું હતું. રિસ્ટોરેશનના નામે 5 કરોડ ખવાઇ ગયા પછી પણ ચાર દરવાજાની હાલત તો અત્યારે ખરાબ જ છે અને તેથી રિસ્ટોરેશનનો વહિવટ હવે કોર્પોરેશને ના કરવો જોઇએ. તેમાં ભ્રષ્ટાચારની પુરતી શક્યતા છે. સ્થાયી ચેરમેનને અને હોદ્દેદારોને અમે યાદ કરાવીએ કે માંડવી, પાણીગેટ, ચાંપાનેર અને ગેંડીગેટના રિસ્ટોરેશનની કામગીરી સ્થાયી સમિતીના ઠરાવ નંબર 226, 31-8-2107 મુજબ કરાઇ હતી. સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાયવેટ લિમિટેડ નામના મુંબઇના કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપની વડોદરા કોર્પોરેશનના પદાધીકારીઓ અને અધિકારીઓને મૂર્ખા બનાવી ગઈ છે. આ કામગીરી કોર્પોરેશનના ફ્યુચરીસ્ટીક સેલ દ્વારા કરાઇ હતી. હવે જ્યારે માંડવી દરવાજો જર્જરીત થઇ ગયો છે અને ગમે ત્યારે કોઇ દૂર્ઘટના સર્જાઇ શકે છે ત્યારે સાત વર્ષ પહેલાં એવું તો કેવું કામ થયું હતું કે દરવાજાની આટલી ખરાબ હાલત થઇ ગઇ તેની ઉંડી તપાસ રાજ્ય સરકારે કરાવવી જરુરી છે.

પાલિકાનાં નપાણિયા નોતાઓને યાદ અપાવી દઈએ કે કરોડોનાં ખર્ચે આ દરવાજામાં કામ કરાયા હતા
શહેરના ઐતિહાસીક વારસા સમાન માંડવી, પાણીગેટ, ચાપાંનેર અને ગેંડીગેટની રીસ્ટોરેશનની કામગીરી સ્થાયી સમિતિ ઠરાવ 31-8-2017 મુજબ કરાઇ હતી, અને કોર્પોરેશનના ફ્યુચરીસ્ટીક સેલ દ્વારા આ કામગીરી કરાઇ હતી. કામગીરી માટે કુલ 5 વર્ક ઓર્ડર અપાયા હતા જેમાં ઠરાવ નંબર 214, 24-8-2017 મુજબ મોદી એસોસિએટ,સુરતને કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી અને પ્રોજેક્ટનાં 4.50 ટકા લેખે 4 ગેટની તેને ચૂકવણી કરાઇ હતી. ત્યારબાદ કન્સલ્ટન્ટ દ્વારા રિપોર્ટ અપાયો હતો.
ગેડીગેટ દરવાજામાં, દરખાસ્ત 69, 19-5-2017, 23-4-2018 નાં રોજ કામ પૂરું થયું હતું અને તેમાં 96,57,102 રુપિયા ખર્ચો થયો હતો....
પાણીગેટ દરવાજા , દરખાસ્ત નંબર 68, 19-5-2017ના રોજ કામ શુ થયું હતું અને , 98,10,921 રુપિયાનો ખર્ચો કરાયો હતો. આ કામ 31-1-2018 નાં રોજ કામ પૂરું થયું હતું અને સવાણી હેરિટેજ કન્જર્વેશન પ્રાયવેટ લિમિટેડ, મુંબઈ દ્વારા કામ કરાયું હતું.
માંડવી ગેટ, સ્થાયી દરખાસ્ત નંબર 225, 31-8-2017, કામ શરુ થયું હતું જેમાં એસ્ટીમેટ કોસ્ટથી વધારે રકમ આપીને 1,25,13,300 રુપિયાનો ખર્ચો કરાયો હતો. આ કામ 31-1-2019 નાા રોજ કામ પૂરું થયું હતું.
ચાંપાનેર ગેટમાં સ્થાયી દરખાસ્ત નંબર 226, મુજબ 31-8-2017 ના રોજ કામ શરુ થયુંહતું અને તે કામ 31-1-19 ના રોજ પુરુ થયું હતું જેનો ખર્ચો 96,19,699 રુપિયા થયો હતો.
આ દરવાજાઓના રિસ્ટોરેશનનું કામ જ્યારે શરુ થયું ત્યારે કાર્યપાલક ઇજનેર (ફ્યુચરીસ્ટીક) દ્વારા ટેકનિકલ વિજીલન્સ વોચ રાખવાનો ઓર્ડર પણ અપાયો હતો. આ કામનાં 500 પાનાનાં વિગતવાર દસ્તાવેજો છે, વડોદરાના એક જાગૃત નાગરિક પાસે તેની પુરેપુરી વિગત છે. કામનો જ્યારે ઓર્ડર અપાયો ત્યારે સવાણી હેરિટેજ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી પણ જ્યારે કામ પુરુ થઇને બીલ ચુકવાયા ત્યારે તેનું નામ સવાણી કન્ઝર્વેશન પ્રાયવેટ લિમિટેડ થઇ ગયું હતું.
સ્વર્ણિમ ગ્રાન્ટ 2 માંથી ગ્રાંટ લેવાઈ અને સ્માર્ટ સિટીમાં બતાવાઈ...
આ કામગીરીમાં સ્વર્ણિમ ગ્રાન્ટ-2ના ફંડની રકમ ચુકવણી થઈ હતી. આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં બતાવાયો હતો. એટલે કે સ્માર્ટ સિટીના નામે સ્વાહા થઇ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે સ્વર્ણિમ ગ્રાન્ટ 2માંથી રૂપિયા લેવાના અને સ્માર્ટ સિટીમાં બતાવાયા હતા. આ કામોને ઓર્ડરની શરતો મુજબ (ચોમાસાની ઋતુ બાદ કરીને) 6 મહિનામાં કામ પુરુ કરવાનું હતું
સ્માર્ટ સિટીનાં 51 પ્રોજેક્ટમાં કરોડોનું કૌંભાડ..
સમગ્ર મામલાની ઉંડી તપાસ કરીને ફ્યુચરીસ્ટીક સેલના અધિકારીઓને ખુલ્લા પાડીને રિસ્ટોરેશનના બહાને કરેલા કૌભાંડો બહાર પાડવા જોઇએ. વાસ્તવમાં આવા ફોટા બતાવીને સભાને મૂર્ખ બનાવાઈ છે. જાગૃત નાગરીકે આ બાબતની સીએમઓ, એસીબી, પીએમઓ અને મ્યુની. કમિશનર સમક્ષ ફરિયાદ પણ કરેલી છે . કૌંભાડમાં એક સનદી અધિકારી બીજા સનદી અધિકારીને બચાવે છે અને એક નેતા બીજા નેતાઓને બચાવામાં પડ્યા છે. આ કૌંભાડની તમામ સંગઠનના હોદેદારો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારને ખબર છે . વાસ્તવમાં સ્માર્ટ સીટીમાં ઘણાં કૌભાંડો થયા છે. સ્માર્ટ સીટી મિશન કૌભાંડોનું મિશન છે. તેમાં હાલના હોદેદારો અને પૂર્વ હોદેદ્દારો સહિત સનદી અધિકારીઓ પણ જવાબદાર છે.
હવે ભજન, ભવાઇ અને ભંડારા, ખોટી બેઠકો બંધ કરો...
હવે ભજન, ભવાઇ અને ભંડારા, ખોટી બેઠકો બંધ કરી જે પાલિકાનાં રૂપિયા લઇ ગયા,તે કોન્ટ્રાક્ટર પાસે જ વિના વળતરે ફરી કામ કરાવવું જોઇએ. વડોદરા કે ગુજરાતમાં કોઈ કોન્ટ્રાકટરના મળ્યો અને મુંબઈથી લાવવા પડ્યો હતો! કન્સલ્ટન્ટ પણ સુરતનો છે.. આવી કામગીરી કરનારા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ થવો જોઈએ. ફ્યુચેરિક સેલ ડિપાર્મેન્ટનુ કૌભાંડ છે અને સ્થાયી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી લોકોને મૂર્ખા બનાવે છે. 2017/18 માં સ્થાયી સમિતિના તાબા હેઠળ કામ થયું છે. સવાણી કન્સલ્ટન્ટ ને જો ફરી કામ આપવામાં આવે તો ફ્રી માં કામ કરાવવું જોઇએ.
છેલ્લુ રિસ્ટોરેશન 1856માં થયું હતું !!
વડોદરાનો ઐતિહાસીક વારસો જુનો છે. માંડવીના દરવાજાના પિલરના પોપડા ખરતા અમે સપોર્ટ મુક્યો છે. માંડવીનું મહત્વ છે. છેલ્લુ રિસ્ટોરેશન 1856માં થયું હતું. જુના મટિરીલથી બિલ્ડીંગ બનેલું છે. આ દરવાજાની કામગીરી આપી દેવાઇ છે. ત્રણ સર્વે રિપોર્ટ આવી ગયા છે. અસલ સ્ટ્રકચર મેઇન્ટેન કરી દેખાવ પણ જુનો રહે તે માટે કાર્યવાહી કરાશે. હેરીટેજ સેલનું નિર્માણ કરી તમામ હેરીટેજ સ્ટ્રકચરનો અભ્યાસ કરાશે. આખા માંડવી દરવાજાનું ટોટલ રિસ્ટોરેશન કરાશે. ઐતિહાસિક દેખાવમાં કોઇ ફેરફાર નહી કરાય.
ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન , સ્થાયી સમિતી
માંડવી દરવાજાનું પૂરજોશમાં કામગીરી શરુ કરવામાં આવશે...
વડોદરામાં હેરિટેજ વારસો વ્યાપક પ્રમાણમાં છે. વડોદરાના હેરીજેટના દરવાજાની ચિંતા વ્યકત કરાઇ છે. માંડવીનો જીર્ણોધ્ધાર શરુ થાય અને જર્જરીત ના દેખાય તેવા પ્રયાસો શરુ કરાયો છે. વડોદરામાં હેરીટેજ સેલ બનાવાય તેવું મે સૂચન કર્યું હતું. બેઠકમાં ચર્ચાના અંતે લાંબા અને ટૂંકા ગાળાના સુચનો કરાયા છે. માંડવી દરવાજાનું પૂરજોશમાં કામગીરી શરુ કરવામાં આવશે.
હેમાંગ જોશી, સાંસદ
હેરીટેજ સ્ટ્રક્ચરની જુની ઓળખ પાછી લવાય તે માટે કામ કરાશે...
હેરીટેજ સેલ તૈયાર કરવામાં આવે તે વિશે ચર્ચા કરાઇ છે. માંડવી ગેટમાં કન્ઝર્વેશન થાય તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. માંડવી સહિતના અન્ય દરવાજા, સુરસાગરમાં લેસર શો સહિતના પગલાં વિશે ચર્ચા કરાઇ છે. એએસઆઇના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરાઇ છે. ગાયકવાડ સ્ટેટના સુચનો પણ મેળવી રહ્યા છીએ. જેટલા હેરીટેજ સ્ટ્રકચર છે અને જુની ઓળખ પાછી લેવાય તે દિશામાં કાર્ય કરાશે
મહેશ અરુણ બાબુ, મ્યુનિ.કમિશનર


Reporter: