ડાકીયા ડાક લાયા... ફિલ્મી ગીતમાં પોસ્ટ મેન ની ચાતક નજરે રાહ જોવાતી... સુખ કે દુઃખ બન્ને સમાચાર ટપાલ મારફતે કુટુંબ ને પહોંચતા હતા.
આજની ૨૧મી સદી માં ઇમેઇલ, વૉટ્સએપ્પ જેવા હાથ વગા મોબાઈલ ફોન પર તુરંત મળી જાય છે.આજે વિશ્વ ટપાલ દિવસ છે. ક્યારેક શહેરના તમામ વિસ્તારોમાં અને ગામે ગામ આ લાલ ડબ્બો જોવા મળતો.ટપાલી ને ગામમાં બધાં જ ઓળખતા, આવકારતા તેને ચા પાણી પૂછવામાં આવતા ,ધૂમકેતુ ની પોસ્ટ ઓફિસ વાર્તામાં દીકરીની ટપાલ ની કાગડોળે રાહ જોતો અલી ડોસો આજે પણ વાચકને રડાવે છે. ડાકિયા ડાક લાયા કે ચિઠ્ઠી આઇ હૈ જેવા ગીતો ટપાલ વ્યવસ્થા સાથે સંકળાયેલી સંવેદના થી હૃદયને સ્પર્શ કરે છે..
જ્યારે વાહન વ્યવહારની સુવિધા ન હતી ત્યારે હલકારા એક હાથમાં લાઠી અને બીજા ખભે થેલો લટકાવી ખૂબ ઝડપી ચાલે માઈલો નું અંતર કાપી લોકોને ટપાલ પહોંચાડતા.. આંગડિયા અને કુરિયર આ જૂની ટપાલ વ્યવસ્થામાં થી ઉદભવ્યા છે..તાર હવે બંધ થઈ ગયા છે અને મોર્સ કોડની ઠકાઠક હવે પોસ્ટ ઓફિસમાં સંભળાતી નથી...આજે પ્રત્યેક હાથમાં મોબાઈલ છે પરંતુ ક્યારેક સો ઘરો પૈકી માંડ એક ઘરમાં ટેલિફોન હતો ત્યારે પોસ્ટ ઓફિસમાં જઈને,ટ્રુંકકોલ નોંધાવીને, રાહ જોઈને સ્વજન સાથે ટુંકી વાત થઈ શકતી...આજે સદભાગ્યે ભારતની ટપાલ વ્યવસ્થાનું અધ્યતનીકરણ થઈ રહ્યું છે..સ્પર્ધાના યુગમાં પોસ્ટ ઓફિસો ભલે ઘટી પણ નવજીવન પામી છે. આ લાલ ડબ્બા હવે ભાગ્યેજ ક્યાંક ક્યાંક જોવા મળે છે.આ ડબ્બા બાળકોને બતાવવા જેથી ટપાલ વ્યવસ્થાનો ઈતિહાસ જાણવામાં તેમને રસ જાગે.
Reporter: admin