સુરત: સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની 'સૂરત' બદલાઇ ગઇ છે. સુરત 'સ્માર્ટ સિટી'ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પુણા-કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા ત્રણ જેટલા યુવકો ત્રણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પુણા-કુંભારિયામાં બની હતી. ત્રણ યુવકો પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમ હેમખેમ બચાવી લીધા હતા. જોકે અર્જુન (ઉ.વ.18) નામનો યુવક હજુ સુધી ગુમ છે, ફાયર ટીમ યુવક શોધખોળ ચાલી રહી છે.
સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા પાલનપોર, મોટા વરાછા, યોગીચોક અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે.
Reporter: admin