News Portal...

Breaking News :

નિરમા સ્કૂલની સ્કૂલ વાન અકસ્માતગ્રસ્ત : સ્કૂલ સંચાલકો અને વાલીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા

2025-06-24 17:53:54
નિરમા સ્કૂલની સ્કૂલ વાન અકસ્માતગ્રસ્ત : સ્કૂલ સંચાલકો અને વાલીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા


અમદાવાદ: શહેરના છારોડી વિસ્તારમાં આવેલી નિરમા સ્કૂલની સ્કૂલ વાન અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાન અચાનક પલટી ગઈ અને વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. 


અકસ્માતની જાણ થતાં જ સ્કૂલ સંચાલકો અને વાલીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. દરમિયાન, સ્થાનિક લોકોના પ્રયાસોથી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.શહેર સહિત રાજ્યમાં સતત અકસ્માતોની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબ પાસે એવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી શાળાની વાન પલટી જતાં ચકચાર મચી ગઈ.સ્કૂલવાન વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરની બેદરકારીને કારણે વાનનો સંતુલન ગુમાયો અને વાન રસ્તા પર પલટી ગઈ. 


અકસ્માતનું સ્થળ શાળાના સમય દરમિયાન ભારે ટ્રાફિકવાળું હોવાથી ઘટના બાદ આસપાસના લોકો અને વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો.સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને વાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. દુર્ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીને ગંભીર ઈજા ન થવાને કારણે રાહત અનુભવાઈ છે.વાલીઓએ શાળાઓ અને ખાનગી વાહન સંચાલકો સામે આક્ષેપ કરતાં કહ્યું છે કે વાહનચાલકોની બેદરકારી અને ઓછી ટ્રેઇનિંગનું પરિણામ બાળકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યું છે. તેઓએ ડ્રાઈવર સામે કડક પગલા લેવા અને વાહનોના નિયમિત નિરીક્ષણની માંગ પણ ઉઠાવી છે.

Reporter: admin

Related Post