News Portal...

Breaking News :

ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ, જિયો, એરટેલ,Vi ન્યુ કોલર નેમ પ્રેઝન્ટેશન ફીચર લાવશે : અજાણ્યા નંબરોથી આવતા કોલની સમસ્યા ખતમ થશે

2025-03-27 11:58:56
ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ, જિયો, એરટેલ,Vi ન્યુ કોલર નેમ પ્રેઝન્ટેશન ફીચર લાવશે : અજાણ્યા નંબરોથી આવતા કોલની સમસ્યા ખતમ થશે


અમદાવાદ : જો તમે દરરોજ અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી પરેશાન છો તો આ સમસ્યા જલ્દી જ ખતમ થવા જઈ રહી છે. 


દેશની ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ, રિલાયન્સ જિયો, એરટેલ અને Vi તેના કરોડો વપરાશકર્તાઓ માટે એક નવું ફીચર લાવવા જઈ રહી છે. આ ફીચરનું નામ ન્યુ કોલર નેમ પ્રેઝન્ટેશન છે. તેની મદદથી યુઝર્સ કોલ કરનારનું નામ જાણી શકશે.Jio, Airtel અને Viના CNAP ફીચર્સ દેશભરના કરોડો મોબાઈલ યુઝર્સને મોટી રાહત આપશે. 


ટેલિકોમ કંપનીઓના આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે યુઝર્સને અજાણ્યા નંબરો પરથી આવતા કોલને ઓળખવા માટે કોઈ થર્ડ પાર્ટી એપનો સહારો લેવો પડશે નહીં. અત્યાર સુધી TrueCaller જેવી એપ્સ કોલ કરનારનું નામ બતાવવાની સુવિધા પૂરી પાડતી હતી. પરંતુ હવે તેને ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. જોકે આ નવી સર્વિસ ટ્રુકોલરની જેમ કામ કરશે.

Reporter: admin

Related Post