News Portal...

Breaking News :

બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો દૂર નહીં થાય

2024-11-25 17:01:03
બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો દૂર નહીં થાય


નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. 


આ અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની ખંડપીઠે કહ્યું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવના સુધી પણ વિસ્તરેલી છે. ખંડપીઠે કહ્યું કે પ્રસ્તાવના અપનાવવાની તારીખ સંસદની પ્રસ્તાવનામાં સુધારો કરવાની સત્તાને મર્યાદિત નથી કરતી. જેના આધારે અરજદારની અરજી ફગાવી દેવામાં આવી હતી. સીજેઆઇએ સુનાવણી દરમિયાન કહ્યું, લગભગ આટલા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.આ પૂર્વે બેંચે 22 નવેમ્બરે આ કેસને મોટી બેંચને મોકલવાની અરજીને ફગાવી દીધી હતી. જો કે, કેટલાક વકીલોના અવરોધોથી નારાજ થઈને સીજેઆઇ ખન્ના ચુકાદો આપવાના હતા. તેમણે સોમવારે આ ચુકાદો જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.સીજેઆઇ ખન્નાએ 22 નવેમ્બરે સુનાવણી દરમિયાન કહ્યું, ભારતમાં સમાજવાદને આપણે કે રીતે સમજીએ છીએ તે અન્ય દેશો કરતાં અલગ છે. આપણા સંદર્ભમાં સમાજવાદનો મુખ્ય અર્થ કલ્યાણકારી રાજય છે. 


બસ આટલું જ. તેણે ખાનગી ક્ષેત્રને કયારેય રોક્યું નથી. જે સારી રીતે વિકસી રહ્યું છે. આપણને પણ તેનાથી લાભ થયો છે. સમાજવાદ શબ્દનો પ્રયોગ અલગ સંદર્ભમાં કરવામાં આવે છે. જેનો અર્થ રાજ્ય કલ્યાણકારી રાજ્ય છે. રાજ્યએ લોકોના કલ્યાણ માટે કાર્યરત રહેવું જોઇએ અને સમાન તકો પ્રદાન કરવી જોઇએ.સીજેઆઇ ખન્નાએ વધુમાં કહ્યું કે એસઆર બોમ્માઈ કેસમાં  બંધારણના મૂળભૂત ધર્મનિરપેક્ષતા માળખાનો એક ભાગ માનવામાં આવે છે. આ અંગે વકીલ જૈને જણાવ્યું હતું કે આ સુધારો લોકોની વાત સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો, કારણ કે તે કટોકટી દરમિયાન કરવામાં આવ્યો હતો અને આ શબ્દોનો સમાવેશ લોકોને અમુક વિચારધારાઓનું પાલન કરવા દબાણ કરવા સમાન હશે. જ્યારે પ્રસ્તાવનામાં કટ-ઓફ તારીખ હોય તો પછી શબ્દો કેવી રીતે ઉમેરી શકાય. જૈને વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વિગતવાર સુનાવણીની જરૂર છે. તેમણે દલીલ કરી હતી કે આ મામલે મોટી બેન્ચ દ્વારા વિચારણા થવી જોઈએ. આ પછી સીજેઆઇએ આ દલીલને ફગાવી દીધી.

Reporter: admin

Related Post