News Portal...

Breaking News :

દસ વૈજ્ઞાનિકો કે સંશોધકોના રહસ્યમયી મૃત્યુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા

2026-04-19 10:17:56
દસ વૈજ્ઞાનિકો કે સંશોધકોના રહસ્યમયી મૃત્યુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા

 


વોશિંગ્ટન : અમેરિકાના ટોચના દસ વૈજ્ઞાનિકો કે સંશોધકો ક્યાં તો રહસ્યમયી રીતે મૃત્યુ પામ્યા છે અથવા તો ગુમ થઈ ગયા છે. 

આ બધા વૈજ્ઞાનિકો એરોસ્પેસ, ડિફેન્સ અને નાસા જેવી સંસ્થામાં કામ કરતા હતા. આના પગલે ટ્રમ્પ વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પને આ સપ્તાહે આ અંગે જાણ કરાઈ હતી. આ ઘટના પાછી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં બનતા શંકા વધુ ઘેરી બની છે. આ બનાવોમાં જોઈએ તો નોવાર્ટિસના રિસર્ચર જેસન થોમસ ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ગુમ થઈ ગયા. તેમની પત્નીએ તેમના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો. તેમનો મૃતદેહ મેસેચ્યુસેટ્સમાં ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ મળી આવ્યો. આ જ રીતે ન્યૂલયર ફિઝિસિસ્ટ અને એમઆઇટીના પ્રાધ્યાપક નુનો લુરેઇરોને બોસ્ટનમાં ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઘરની બહાર ગોળી મારી દેવાઈ હતી. 

લોસ અલામોસના ભૂતપૂર્વ કર્મચારી એન્થની ચાવેઝ ૪ મે ૨૦૨૫ના રોજ ગુમ થઈ ગયા હતા. લોસ અલામોસ હાઉસીસ અમેરિકાની અગાઉની પરમાણુ ફેસિલિટીઝ હતી. આ રીતે ૨૬ જુન ૨૦૨૫ના રોજ મેલિસા કેસિયાસ ગુમ થઈ ગઈ હતી. તે લોસ અલામોસ નેશનલ લેબોરેટરીમાં હવીવટી સહાયક હતી. નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરીના રિસર્ચર ફ્રેન્ક મૈવાલ્ડ ૪ જુલાઈ ૨૦૨૪ના રોજ લોસ એન્જલ્સમાં મૃત્યુ પામ્યા હતા. જેપીએલની કર્મચારી મોનિકા જેસિન્ટો ૨૨ જુન ૨૦૨૫ના રોજ અદ્રશ્ય થઈ ગઈ હતી. કાર્લ ગ્રિમૈરનારને ૧૬ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ ગોળી મારી દેવાઈ હતી. તેઓ નાસા સાથે સહયોગ કરનારી કેલ્ટેકના એસ્ટ્રોફિઝિસિસ્ટ હતા. આ જ ર્તીે ૪૮ વર્ષના સરકારી કોન્ટ્રાક્ટર સ્ટીવન ગાર્સીયને ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ પછી જોવા મળ્યા ન હતા. પોલીસનું માનવું છે તેમના જીવ પર જોખમ છે. તેઓ કેનસાસ સિટીન્નેશનલ સિક્યોરિટી કેમ્પસના પ્રોપર્ટી કસ્ટોડિયન હતા.

Reporter: admin

Related Post