News Portal...

Breaking News :

મહિલા અનામતનો વિરોધ કરીને વિપક્ષે પાપ કર્યું

2026-04-19 10:13:25
મહિલા અનામતનો વિરોધ કરીને વિપક્ષે પાપ કર્યું


વિપક્ષની આ માનસિકતાને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે: નરેંદ્ર મોદી 


દિલ્હી : દેશની લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં તેમણે કોંગ્રેસ, DMK, TMC અને સપા જેવા પક્ષો સહિત તમામ વિરોધ પક્ષને આડે હાથ લેતા આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, પ્રયાસો છતાં બિલ પાસ ન થઈ શક્યું, તમામ માતા બહેનોની માફી માગું છું, અમારા માટે દેશહિત સર્વોપરી છે, પણ કેટલાક લોકો માટે પાર્ટી હિત મોટું છે, જ્યારે દેશહિત કરતાં પાર્ટીહિત મોટું થઈ જાય છે ત્યારે નારી હિતને નુકસાન થાય છે.PM મોદીએ કહ્યું કે, જ્યારે બિલ ના મંજૂર થયું તો કોંગ્રેસ, DMK, TMC જેવી પાર્ટીઓ ટેબલ થપથપાવીને ખુશ થઈ રહ્યા હતા. 

મહિલા અનામતનો વિરોધ કરીને વિપક્ષે જે પાપ કર્યું છે તેની સજા તેમણે જરૂર મળશે, જનતાની સજાથી તે બચી શકશે નહીં.પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે દેશની કરોડો મહિલાઓની નજર સંસદ પર હતી, પરંતુ જ્યારે મહિલાઓના હિતનો પ્રસ્તાવ પરાજિત થયો ત્યારે કેટલાક પક્ષોના લોકો તાળીઓ વગાડી રહ્યા હતા અને ઉજવણી કરી રહ્યા હતા. વિરોધ પક્ષોએ દેશની દીકરીઓના આત્મસન્માન પર પ્રહાર કર્યો છે. જે બિલથી લાખો મહિલાઓનું ભવિષ્ય બદલાવાનું હતું, તેના પરાજય પર કોઈ રાજકીય પક્ષ આ રીતે કેવી રીતે ખુશ થઈ શકે? વિપક્ષની આ માનસિકતાને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે અને આવનારા સમયમાં તેમને આ ‘ઉજવણી’ ભારે પડશે.

Reporter: admin

Related Post