News Portal...

Breaking News :

રશિયા માટે ભારત અને ચીનનો સપોર્ટ ખૂબ જરૂરી

2024-10-24 10:18:36
રશિયા માટે ભારત અને ચીનનો સપોર્ટ ખૂબ જરૂરી


કઝાનઃ રશિયાનું કઝાન શહેર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એશિયાના બે મોટા દેશો ચીન અને ભારતના નેતાઓ 2020ની ગલવાન ઘાટી બાદ એક સાથે જોવા મળ્યા હતા. પરંતુ સવાલ છે કે ચાર વર્ષના ટકરાવ અને ગતિરોધ બાદ ચીનના તેવર કેવી રીતે નરમ પડ્યા. 


પીએમ મોદી અને જિનપિંગ વાતચીતના ટેબલ સુધી કેવી રીતે પહોંચ્યા? તેમાં પુતિનની શું ભૂમિકા હતી.15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં જે કંઈ થયું તેનાથી એશિયાની બે મહાશક્તિઓ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ હતી. આ બંને દેશો વચ્ચે સતત સૈન્ય અને રાજકીય સ્તર પર વાતચીત થતી રહી પરંતુ સમસ્યા જેમની તેમ જ હતી. 2022માં જ્યારે રશિયાને અમેરિકાએ ધમકાવીને યુક્રેનને સપોર્ટ કર્યો ત્યારે સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું હતું. યુક્રેનને સમર્થન કરનારા દેશોની સંખ્યા રશિયાની તુલનામાં અનેક ગણી વધારે હતી. પરંતુ પાવર બેલેન્સિંગની આ ગેમમાં ભારત અને ચીન એવા દેશો હતા જેમણે ન તો ખૂલીને રશિયાનું સમર્થન કર્યું કે ન તો વિરોધ. અમેરિકાન અને અન્ય યુરોપિયન દેશો રશિયા પર એક બાદ એક પ્રતિબંધ લગાવતા હતા. 


એક્સપર્ટ્સનું માનતા હતા અમેરિકાને ટક્કર આપવા માટે રશિયા માટે ભારત અને ચીનનો સપોર્ટ ખૂબ જરૂરી છે. પરંતુ ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ ખતમ કરવાનો પણ પડકારો હતો.યુક્રેન પર રશિયાના હુમલા બાદ અનેક દેશોએ રશિયા સાથેના રાજકીય સંબંધ ખતમ કરી દીધા હતા. આ દરમિયાન પુતિને ગ્લોબલ સાઉથ પર ભાર મૂક્યો. તેણે બ્રિક્સનો જી-7ના વર્ચસ્વને પડકાર આપતા વિકલ્પ તરીકે રજૂ કરવાની કવાયત શરૂ કરી હતી. બ્રિક્સની મજબૂતી મોટા ભાગે ભારત અને ચીન સાથે જોડાયેલી છે તેમાં કોઈ શંકા નથી. આ સ્થિતિમાં પુતિને બંને દેશો વચ્ચે ચાલતો તણાવ ખતમ કરવામાં રસ દાખવ્યો. જેના ભાગરૂપે તબક્કાવાર ક્યારેક જયશંકર તો ક્યારેક વાંગ યી સાથે મુલાકાત શરૂ કરી હતી.

Reporter: admin

Related Post