છેલ્લાં ત્રણેક વર્ષથી પાણીગેટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સેહજાદ ઉર્ફે સન્ની સલીમહશેન મલેક નાને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમ
વડોદરા મા અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો.
એસ.ઓ.જી.ના પો.ઇન્સપેકટર શ્રી વિ.એસ.પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીનાઓને પકડી પાડવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી. ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ ભીમસિંહ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે," પાણીગેટ પોલીસ સ્ટેશનના સને ૨૦૨૧ ના વર્ષના પ્રોહીબીશનના ગુના નાસતો ફરતો આરોપી સેહજાદ ઉર્ફે સન્ની સવીમહશેન મલેક રહેવાસી અનસ પાર્ક તાંદળજા વડોદરા નાનો હાલ દતેશ્વર સ્મશાન સામે વાંમ્બે હાઉસીંગ ના મકાનો ના ગેઇટ પાસે સફેદ કલરની ટીશર્ટ પહેરી ઉભેલ છે
જે બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી વર્ણન મુજબના આરોપીનાને પકડી સઘન પુછપરછ કરી રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા સદર આરોપી પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણેક વર્ષ આગાઉ સને ૨૦૨૧ માં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અને આજદીન સુધી ગુનામાં નાસતો ફરતો હોય જેથી તેના વિરુધ્ધ સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ કાર્યવાહી કરી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સોપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે.
Reporter: