News Portal...

Breaking News :

ઇસ્કોન મંદિરમા થયેલ ચોરી નો ભેદ પોલીસે ઉકેલ્યો,ચોર નાગપુર થી ઝડપાયો, ચોર પાસેથી ચોરી નો મુદ્દા- માલ કબજે

2024-04-16 12:08:35
ઇસ્કોન મંદિરમા થયેલ ચોરી નો ભેદ પોલીસે ઉકેલ્યો,ચોર નાગપુર થી ઝડપાયો, ચોર પાસેથી ચોરી નો મુદ્દા- માલ કબજે

વડોદરા ઇસ્કોન મંદિરમા થયેલ ચોરી નો ભેદ પોલીસે ગણતરી ના કલાકો મા ઉકેલ્યો, ચોર નાગપુર થી ઝડપાયો, ચોર પાસેથી ચોરી નો પુરેપુરો મુદ્દા- માલ કબજે કરવામાં આવ્યો. ગોત્રી ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોર રાત્રે પોણા બે વાગયા થી વહેલી સવારના ચાર વાગ્યાં સુધીમા પ્રવેશી આસાન, સોના ચાદીના ઘરેણાં મળી કુલ રૂ.1.50 લાખની મતા ચોરી હતી. આ મામલામાં ગણતરીના સમયમાં સ્થાનિક પોલીસની મદદ થી ચોર મહારાષ્ટ્રનાં નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. અને ચોરીનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તસ્કરને વડોદરા પોલીસ નાગપુર થી લઈને વડોદરા આવવા રવાના થઇ ગઈ છે.ઇસ્કોન મંદિરના ગર્ભ ગૃહમાં ચોરીના મામલાને લઈને ચકચાર જાગી હતી અને પોલીસ કમિશનર સહિત ડીસીપી ક્રાઇમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસે ચોરને પકડવા વિવિધ ટીમો બનાવી હતી. સીસીટીવી અને સવેલન્સ સ્કોડની મદદ લેવામાં આવી હતી. ચોરનું પગેરું ઓડિશા હોવાથી પોલીસે એક ટીમ ઓડીસા, સુરત અને મહારાષ્ટ મોકલી હતી.પોલીસ ને નાગપુર નું પગેરું મળતા પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.આરોપીને લેવા માટે પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર ના નાગપુર જવા માટે રવાના થઇ હતી. પોલીસે ચોરીનો બધો મુદ્દા માલ કબજે કર્યો છે.પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. 



ઇસ્કોનમાં ચોરી કરનાર આરોપી નાગપુર ખાતેથી પકડાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે ઇસ્કોન સંકુલ મા સીસીટીવી નો અભાવ જોવા મળ્યો હતો.વધુ માહિતી પ્રમાણે ચોર વડોદરા ની એક ખાનગી હોટેલ મા રોકાયો હતો.અને આ ચોર સામે અનેક સવાલો ઉભા થયા છે.આ ચોર સામે મહારાષ્ટ્ર પોલીસ ના ચોપડે અનેક ગુનાઓ નોંધયેલા હોવાનું કહેવાય છે. હવે વડોદરા પોલીસ આરોપી ને વડોદરા લાવી ને વધુ માહિતી બહાર લાવશે તેમ પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું...



પોલીસ તપાસ માં ચોકવનારા ખુલાસા બહાર આવશે.

  ચોર અગાઉ વડોદરા આવ્યો હતો કે કેમ?

 વડોદરા ના ઇસ્કોન મંદિર ને જ કેમ ટાર્ગેટ બનાવ્યુ?

 ચોરને મદદગારીમાં અન્ય લોકો હતા કે નહીં?

જેવા અનેક સવાલો તેમની પૂછપુરછ બાદજ બહાર આવશે.

Reporter:

Related Post