ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે પરંતુ ગુજરાતના એવા અનેક મોટા શહેરોમાં વિદેશી શરાબનો ધંધો ચાલતો જોવા મળી રહ્યો છે

ત્યારે વડોદરા શહેરના છાણી તેમજ ગાજરાવાળી વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક મહિલા તેમજ એક ઈસમની ની અટકાયત તેમજ 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં હનુમાનજી મંદિર સામે જ માળી મલ્લા પાસે મહિલા બુટલેગર દ્વારા વિદેશી શરાબ નો જથ્થાનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેની બાતમી પીસીબીને થતાની સાથે જ રેડ કરી મહિલા બુટલેગર સહિત મુદ્દા માલ ને ઝડપી પાડ્યો હતો સાથે જ એ ઇશમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજી બાજુ બાતમીના આધારે pcb એ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રેડ કરી પોમલી ફળિયામાં રહેતા નયન ક્રિષ્ના કહાર ઝડપી પાડી વિદેશી શરાબ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર તારાબેન માળી, નયન ક્રિષ્ના કહાર અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જાણે વિસ્તારમાં રહેતો રાજેશ માળી અને અજય ગોહિલ ઉર્ફે ઠોલો ગોહિલ રહે ગાજરાવાળી. બંને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતા વિદેશી શરાબના અડ્ડાઓ પર સ્થાનિક પોલીસ આ ખઆડા કાન કરતું હોવાથી પેસીબી એ રેડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Reporter: admin