News Portal...

Breaking News :

પૂર્વ વિસ્તારમાં વિતરિત થતા દુષિત પાણીને લઈને પૂર્વ નગર સેવકનો આક્રોશ ચરણ સીમાએ

2024-07-20 10:45:58
પૂર્વ વિસ્તારમાં વિતરિત થતા દુષિત પાણીને લઈને પૂર્વ નગર સેવકનો આક્રોશ ચરણ સીમાએ


મહાનગરપાલિકાના અનગઢ વહીવટના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્વ વિસ્તારમાં વિતરણ કરાતાં ગંદા અને દૂષિત પાણીની સમસ્યા અંગે પૂર્વ નગર સેવક વિજય પવારે ફરીથી રાજ્ય કક્ષા સુધીને પત્ર લખીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ નગર સેવક વિજય પવાર દ્વારા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી ને પણ આ સમસ્યા અંગે લેખિતમાં રજૂઆત કરી હતી અલબત્ત મુખ્યમંત્રીની કરવામાં આવી રજૂઆત બાદ સીએમઓમાંથી પાલિકા કમિશનરને જરૂરી આદેશ આપીને સમસ્યાનો નિરાકરણ લાવવા માટે પણ જણાવવામાં આવ્યું હતુ આ રજૂઆતના કેટલા વર્ષો બાદ પણ પૂર્વ વિસ્તારમાં દૂષિત ગંદુ પાણી આવવાની સમસ્યા યથાવત રહેતા હવે ફરીથી પૂર્વ નગર સેવક વિજય સવારે પાલિકા કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.


પૂર્વ નગર સેવક વિજય પવાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018 19 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પૂર્વ વિસ્તારમાં પાણી વિતરણની કામગીરીને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને પૂર્વ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લઈને પાલિકાના કમિશનરને પાંચ દિવસમાં સમસ્યાનો નિરાકરણ લાવવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા એ દિશામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે પણ પરિસ્થિતિ જેમની તેમ રહી છે. વિજય પવારે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા 2018 થી શરૂ થઈ છે જે તે સમયે આજવા નિમેટા ખાતેથી પાણી પૂરું પાડનાર ઇજારદારોની બેદરકારીને કારણે તેમને બ્લેકલીસ્ટ પણ કરવામાં આવ્યાં હતા. પાલિકાના ચાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.આજવા નિમેટાનો પ્લાન્ટ બગડ્યો હતો એ વાતને વર્ષો વીત્યા બાદ પણ પૂર્વ વિસ્તારમાં દૂષિત અને ગંદુ પાણી આવવાની સમસ્યા યથાવત રહી છે. પૂર્વ વિસ્તારની જનતાને ચોખ્ખું પાણી આપવાની કામગીરીમાં નિષ્ફળ રહેલી પાલિકા પાસે ચોખ્ખુ પાણીનું વિતરણ કરવાનો બીજો સ્ત્રોત કેમ નથી એ સવાલ ઊભો થાય છે. પ્રતાપનગર તળાવમાં પાણીનો સંગ્રહ કરવા માટે પણ પાલિકા આયોજન કરે તે જરૂરી છે ઉપરાંત આજવાના 62 દરવાજાઓમાંથી વધારાનું વરસાદી પાણી  છોડવામાં આવતું હોય છે એ વધારાનું પાણી દરિયામાં જતું રહે તેના કરતાં એ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો પણ આ સમસ્યા માંથી મુક્તિ મળે તેમ છે. આજવા માંથી છોડાતા પાણીને કારણે ગટર મિશ્રિત વિશ્વામિત્રી ચોમાસાના મહિનાઓમાં ચોખ્ખી અને આંખને ઠંડક આપે તેવી દેખાય છે પરંતુ જેવું ચોમાસું પતે તેની સાથે જ વિશ્વામિત્રીનું નિર્મળ નિર ગટરમય બની જાય છે એ પણ નોંધવા જેવી બાબત છે. પાલિકા દ્વારા વર્ષો જૂની પાણી વિતરણની જે વ્યવસ્થા છે વ્યવસ્થામાં બદલાવ લાવવું ખૂબ જ જરૂરી બન્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જે વરસાદી કાંસ બનાવવામાં આવી છે એ વરસાદી કાસમાં બારે મહિના ગંદુ પાણી ભરાયેલું રહે છે. કેમ કે વરસાદની સિઝન પૂરી થયા બાદ આજ વરસાદી કાસમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. પાણી વિતરણ કરતી લાઈનો સાથે ગટર લાઈનો પણ આસપાસ હોવાથી ગમે ત્યારે લીકેજની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. શહેરની ઘણી જગ્યાઓએ એવું છે કે ગટરની લાઈન પાણીની લાઈન સાથે ક્રોસ થતી હોય છે. જેમાં વોટર કંટામીનેશન થવાના ઘણા ચાન્સીસ રહેલા છે.આ ઉપરાંત શહેરની નાની છીપવાડમાં અનેક ભૂતિયા કનેક્શનનો લોકોએ લીધા છે તે કનેક્શનોને તાત્કાલિક રદ કરવા જોઈએ.આ ઉપરાંત વાડી વિસ્તારમાં આવેલ બદરી મહોલ્લામાં પણ 70 થી વધારે ભૂતિયા ગેરકાયદે પાણીના કનેક્શન આવેલા છે આ કનેક્શનનો પણ પાલિકા બંધ કરાવે તે જરૂરી છે. રૂપિયા કનેક્શન લગાવનાર રહીશો નોન રીટન વાલ્વ લગાડતા હોય છે જેના કારણે પાની વેક્યુમ થતા પીવાના પાણી સાથે ગટરનું પાણી પણ ખેંચાઈ આવે છે આમ ગટર અને પીવાના પાણીની લાઈન સમાંતર અંતરે ચાલતી હોવાને લઈને દૂષિત પાણીની સમસ્યા સર્જાતી હોય છે


પાલિકા પાણી વિતરણ માટે નકશા  શા માટે બનાવતી નથી ??

પાલિકાના વહીવટી તંત્ર એ પાણી વિતરણ માટે મુખ્ય લાઈનના નકશા બનાવવા ખૂબ આવશ્યક છે. છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્વ વિસ્તારમાં પાણીનું વિતરણ કરતી મુખ્ય લાઈન કે સબ પાઇપલાઇનના નકશા મળતા નથી, જેને કારણે આ વિસ્તારમાં સર્જાતી લીકેજની સમસ્યા અંગે નિરાકરણ આવી શકતું નથી. નકશાના અભાવે રીપેરીંગ કામગીરી કરવામાં ખર્ચો પણ થાય છે સાથે સાથે વિલંબ થવાને કારણે રહીશોને પારાવાર હાલાકી ભોગવી પડે છે. મહાનગરપાલિકા સમગ્ર શહેરની અંદર પાણી વિતરણ કરતી પાઇપલાઇન અને સબ પાઇપલાઇન ના નકશા બનાવે તો સર્જાતી સમસ્યાઓનું નિરાકરણ ત્વરિત લાવી શકાય. પાલિકા નકશા બનાવવાની દિશાની અંદર ક્યારે આગળ વધશે એ પણ જોવું રહ્યું..



સુવિધાઓ પુરી પાડવાના નામે આડેધડ કરવામાં આવતું કેબલ ડ્રિલિંગની  કામગીરી પણ દૂષિત પાણી માટે જવાબદાર ગણી શકાય..

ખાનગી કંપનીઓ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગ માટે કરવામાં આવતું ખોદકામ પણ પાણી લીકેજની સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. ખાનગી કંપનીઓ દ્વારા પાલિકાની પૂર્વ મંજૂરી તો લેવામાં આવે છે પરંતુ આડેધડ ડ્રીલીંગ કરવાને કારણે પાણી વિતરણ કરતી મુખ્ય પાઇપલાઇન કે પછી ગટરની પાઇપલાઇનના મેઇન હોલ નુકસાન પહોંચતું હોય છે . એકવાર મેઇનહોલમાં ડ્રિલ થયા બાદ કેબલિંગ કરનાર આ કંપનીઓ દ્વારા તેને રીપેર કરવામાં નથી આવતો તો બીજી તરફ પાલિકા દ્વારા પણ આ કામગીરી દરમિયાન જે નુકસાન થયું છે તેનું યોગ્ય નિરીક્ષણ પણ કરવામાં નથી આવતો જેના કારણે અનેક  મહિનાઓના સમય સુધી દૂષિત પાણીથી લોકોને પરેશાન થવાનો વારો આવે છે. ખાનગી કંપનીઓ દ્વારા જે કેબલ ડ્રીલિંગની કામગીરી કરવામાં આવે છે અને તેનાથી જે ક્ષતિ નિર્માણ થાય છે તેનું ભૂકતાન પણ પાલિકાએ એ કંપની પાસેથી લેવું જોઈએ એ જરૂરી છે

Reporter:

Related Post