News Portal...

Breaking News :

આરક્ષણ નીતિમાં સુધારાની માંગ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાથી બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુ

2024-07-20 10:11:12
આરક્ષણ નીતિમાં સુધારાની માંગ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાથી બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુ


ઢાકા: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની સરકારે શુક્રવારે બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં આરક્ષણ નીતિમાં સુધારાની માંગ સાથે કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા બાદ વ્યવસ્થા જાળવવા માટે સૈન્ય દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.


બાંગ્લાદેશમાં સત્તારૂઢ અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે આ જાહેરાત કરી છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ વિરોધીઓ પર ગોળીબાર કર્યા અને રાજધાનીમાં તમામ મેળાવડા પર પ્રતિબંધ મૂક્યા પછી આ જાહેરાત થઈ.અહેવાલો અનુસાર,હિંસામાં ઘણા લોકો માર્યા ગયા છે. કાદરે કહ્યું કે સિવિલ એડમિનિસ્ટ્રેશનને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે.બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણ નીતિમાં સુધારાની માંગને લઈને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 


દરમિયાન, શુક્રવારે પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. હિંસક વિરોધ વચ્ચે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રાજધાની ઢાકા અને અન્ય કેટલાક સ્થળોએ દેખાવો થોડા અઠવાડિયા પહેલા શરૂ થયા હતા, પરંતુ તેણે સોમવારથી વેગ પકડ્યો હતો.આ વિરોધ પ્રદર્શનો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના માટે સૌથી મોટો પડકાર છે. અહેવાલો અનુસાર, આ વિરોધને કારણે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

Reporter: admin

Related Post