News Portal...

Breaking News :

કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો સમગ્ર સભામાં ગુંજ્યો

2025-02-18 14:26:05
કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો સમગ્ર સભામાં ગુંજ્યો


વડોદરા : કોર્પોરેશનની સભાનો આજે બીજા દિવસે વોર્ડ નંબર બે ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદ નો મામલો સમગ્ર સભામાં ગુંજ્યો હતો. 


વોર્ડ નંબર 2 ના મહિલા કાઉન્સિલર વર્ષાબેન વ્યાસે આ બાબતે રજૂઆત કરી તેમને કહ્યું કે ભાણજીભાઈ પટેલ પર જે ફરિયાદ થઈ હતી તે ખોટી થઈ છે, આ બાબતે યોગ્ય નિર્ણય લેવા જોઈએ. ત્યારબાદ ભાણજીભાઈ પણ ઊભા થઈ આ બાબતે સભામાં કહ્યું કે, કયા કાઉન્સિલરો આ બાબતે મારી સાથે છે તો ભારતીય જનતા પાર્ટીના તથા વિપક્ષ કોગ્રેસ ના બધા કાઉન્સિલર દ્વારા ઉભા થઈ ને તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post