સાવલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પોઇચા નવદુર્ગા માતાના મંદિરથી આ કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.
હર હર ભોલેનાથ સાથે ભક્તજનો દ્વારા કાવડ લઈને સાવલીના અલગ અલગ મંદિરમાં આ જળ અર્પણ કરવામાં આવશે. સાવલી નગરના અનેક શિવ મંદિરમાં આ જળ ચડાવવામાં આવશે. સાવલી ભીમનાથ મહાદેવ મંદિર. કેદારેશ્વર મહાદેવ. ગોકુલેશ્વર મહાદેવ. રાધેશ્વર મહાદેવ. પાતાળેશ્વર મહાદેવ. દુર્ગેશ્વર મહાદેવ. નીલકંઠ મહાદેવ મંદિરે પુણૉર્હુતી કરવામાં આવશે.
આ કાવડ યાત્રામાં સાવલી નગર તેમજ આસપાસના ગામોમાથી મોટી માત્રામાં ભક્તજનો જોડાયા હતા. અને અલગ અલગ ભજન મંડળીઓ પણ આ યાત્રામાં જોડાઈ હતી.આ કાવડ નું આયોજન સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર તથા ભદ્રેશ પાઠક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter: admin