ઢાકા: IPL 2025 ના રોમાંચ વચ્ચે, ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેલાડીઓ વચ્ચે ગરમાગરમ વાતાવરણ સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝગડો થાય તે સામાન્ય બાબત છે. ક્યારે બંને વચ્ચે દલીલો વધી પણ જતી હોય છે.

પરંતુ બાંગ્લાદેશમાં એક એવી ઘટના બની છે જેમાં બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. જેને જોઈને અમ્પાયરે મામલો શાંત કરવા વચ્ચે આવવું પડ્યું હતું. એવામાં હવે આ ઘટનાની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
મેદાનમાં બબાલ થઈ મારામારી સુધી મામલો પહોંચ્યો
દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ઉભરતી ટીમ વચ્ચે ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચના બીજા દિવસે, દક્ષિણ આફ્રિકાના ખેલાડી ત્શેપો ન્તુલી અને બાંગ્લાદેશના રિપન મંડલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી ત્યારબાદ બંને ખેલાડીઓ એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બાંગ્લાદેશના રિપન મંડલે પણ બેટથી મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ અમ્પાયરે દરમિયાનગીરી કરી હતી.મેચ અધિકારીઓએ હજુ સુધી કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી નથી કારણ કે પ્રોટોકોલ મુજબ, ફિલ્ડ અમ્પાયરોએ કોઈપણ પ્રકારની સજાની જાહેરાત કરતા પહેલા સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવો પડે છે. મેચ રેફરી આ ઘટનાનો રિપોર્ટ સુપરત કરશે, ત્યારબાદ કાર્યવાહી થવાની અપેક્ષા છે.
Reporter: admin