News Portal...

Breaking News :

મામલતદાર કચેરીઓ અને કોર્પોરેશનમાં કંટ્રોલરૂમ ધમધમતો થશે.

2024-06-01 12:02:41
મામલતદાર કચેરીઓ અને કોર્પોરેશનમાં કંટ્રોલરૂમ ધમધમતો થશે.


વડોદરા દસ દિવસ બાદ  મેઘરાજાની પધરામણી થવાની શક્યતા હોવાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવીછે.  મામલતદાર કચેરીઓ અને કોર્પોરેશનમાં કંટ્રોલરૂમ ધમધમતો થશે. 4 જૂન બાદ કંટ્રોલ રૂમમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને પ્યુનની નિમણુક કરી દેવામાં આવશે.


જિલ્લામાં મામલતદાર કચેરીઓ અને શહેરની કલેકટર કચેરીની ડિઝાસ્ટર બ્રાંચમાં કંટ્રોલ રૂમ શરૂ થઇ રહ્યો છે. આચારસંહિતાને કારણે તા.4 બાદ નાયબ મામલતદારો, કલાર્ક અને પટાવાળાની નિમણૂક કરાશે. જ્યારે ડેમ સાઇટ પર પડેલા વરસાદના આંકડા અને પાણીની આવકના રેકર્ડ માટે સિંચાઇ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે.
ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે ઉત્તરપૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે.
હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે. અહીં, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. બિહારમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ છે.


ચોમાસું શરૂ થવાના આડે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહનો અંત આવ્યો છે. ગુરુવારે કેરળના તટ સહિત ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા (2024)નું આગમન થયું છે. ખાસ વાત એ છે કે ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલાં ચોમાસું કેરળ પહોંચી ગયું છે. વિભાગે અગાઉ 31 મેની આગાહી કરી હતી. જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે.

Reporter: News Plus

Related Post