News Portal...

Breaking News :

મંજુસર ગામે મુખ્યમંત્રી એ જંગી જનસભાનું સંબોધન કર્યું

2026-04-21 11:12:40
મંજુસર ગામે મુખ્યમંત્રી એ જંગી જનસભાનું સંબોધન કર્યું


વડોદરા જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ 135,વિધાનસભા મત વિસ્તાર મંજુસરમાં વિકાસ સંકલ્પ યાત્રા અનુસંધાને જંગી જનસભાને સંબોધિત કરી હતી.   


તેઓએ પોતાના વ્યક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ 2047 સુધી ભારત ને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા હાકલ કરી હતી વિપક્ષના હારેલા ઉમેદવારો પછી કદીયે કોઈની ખબર લેવા જતાં નથી અને 30 વર્ષના વિપક્ષી ઉમેદવા રોજ જો ભેગા રહ્યાં હોત તો કોઈ રિઝલ્ટ લાવ્યા હોતનું જણાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી એ કરેલ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી આગામી 26 તારીખે મતદાન હોય 100% મતદાન કરવા મીડિયાના માધ્યમ થી અપીલ કરી હતી. 


જ્યારે જંગી જન મેદની એ મુખ્યમંત્રીને ભારત માતા કી જયના પ્રચંડ જયઘોષ સાથે ભાજપાના તમામ ઉમેદવારો નો જંગી બહુમતી થી વિજય થશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર 135 વિધાનસભા મતવિસ્તારની જિલ્લા, તાલુકા, પંચાયતના ઉમેદવારો પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ,મહામંત્રી યોગેશભાઈ અધ્યારૂ, મહામંત્રી જયદિપસિંહ ચૌહાણ, મહામંત્રી બ્રિજેશ પટેલ,તેમજ જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Reporter:

Related Post