NEET UG પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવી હતી. પેપર લીક મામલે વિવાદ થયા બાદ ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને તેમના પદ (સુબોધ કુમાર સિંહ IAS) પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેમની જગ્યાએ નિવૃત્ત IAS પ્રદીપ સિંહ ખરોલા NTA પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.
NTA NEET પરીક્ષાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. NEET UG પરના વિવાદને ધ્યાનમાં રાખીને NEET PG પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને NEET UG વિવાદને જોતા NTA પર સવાલો ઉભા થઈ રહ્યા હતા અને તેથી જ કેન્દ્ર સરકારે સુબોધ કુમાર સિંહને તેમના પદ પરથી હટાવી દીધા છે. હવે જાણો કોણ છે IAS પ્રદીપ સિંહ ખરોલા જે NTAના નવા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. IAS અધિકારી પ્રદીપ સિંહ ખરોલા 1985 બેચના કર્ણાટક કેડરના અધિકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની ઉંમર 62 વર્ષ છે. તે ઉત્તરાખંડના રહેવાસી છે.
તેમણે 1982માં ઈન્દોર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે 1984 માં IIT દિલ્હીથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. કહેવાય છે કે તે તેમની બેચના ટોપર હતા. તેમણે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, મનીલા, ફિલિપાઇન્સમાં ડેવલપમેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર્સ પણ કર્યું છે.IAS પ્રદીપ સિંહ ખરોલા વર્ષ 2022 થી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ છે. તેમને નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ નવા ડિરેક્ટરની નિમણૂક સુધી NTAની કમાન સંભાળશે. ખરોલા વર્ષ 2012-13માં કર્ણાટકના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે.
Reporter: News Plus