News Portal...

Breaking News :

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે શિક્ષણ નું વેપારીકરણ કરી લૂંટી રહ્યા અને ખાનગી શાળાની લૂંટ રોકવા રેલી કાઢી વિરોધ પ્રદશન કર્યો

2024-07-14 20:27:37
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે શિક્ષણ નું વેપારીકરણ કરી લૂંટી રહ્યા અને ખાનગી શાળાની લૂંટ રોકવા રેલી કાઢી વિરોધ પ્રદશન કર્યો


આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી લોકોને લૂંટી રહ્યા ખાનગી શાળાની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફિ નિયંત્રણ કમિટી FRC ખુદ લૂંટ ચલાવવાની છુટ આપી રહી છે તથા ગુજરાતના સમાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાંખવા મેડીકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો છે તેના વિરોધમાં સવારે ૧૨:૦૦ કલાકે પાર્ટી ઓફીસ ઉષા કિરણ બિલ્ડિંગ, રાવપુરાથી નીકળીને ગાંધીનગર સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી 


ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 


આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સરકાર મોંઘી ફીના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી.


Reporter: admin

Related Post