News Portal...

Breaking News :

"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ"

2026-08-17 15:58:50

આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી, આ તિરંગા યાત્રામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.મનીષ રાવલનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ ભવ્ય તિરંગા યાત્રામાં યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટના હેડ.તથા પ્રોફેસરશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના(NSS)ના અંતર્ગત કરવામાં આવ્યું હતું .

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોર્ડીનેટર પ્રો.ડો.રણછોડ રથવી અને એન એસ એસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યાત્રામાં સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ યાત્રાને સફળ કરવા માટે યુનિવર્સિટીના સ્પોર્ટસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના તમામ પ્રોફેસરશ્રીઓ,વહિવટી સ્ટાફ અને તમામ કર્મચાશ્રીઓ એ અથાગ મહેનત કરી હતી.

આ તિરંગા યાત્રા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી થી વાલાવાવ ગામ તેમજ માર્ગો પર રાષ્ટ્રપ્રેમની લહેર જગાવી સૌએ રાષ્ટ્રપ્રેમના નારા સાથે રસ્તા ગુંજાવી દીધા હતા. આ તિરંગા યાત્રા ભારત માતા પ્રત્યેની અવિચલ શ્રદ્ધા અને એકતાનું જીવંત પ્રતિક હતી સાથે સાથે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા તેમજ દેશનો હર એક યુવાન નશામુક્ત રહે તે અંગેના શપથ પણ લીધા હતા.

જય હિંદ!
વંદે માતરમ!

Reporter: admin

Related Post