News Portal...

Breaking News :

સફાઈ કામગીરી દરમિયાન શ્વાસ રૂંધાતા 4 કર્મીઓએ જીવ ગુમાવ્યા

2026-06-07 12:14:28
સફાઈ કામગીરી દરમિયાન શ્વાસ રૂંધાતા 4 કર્મીઓએ જીવ ગુમાવ્યા


સફાઈ કામગીરી દરમિયાન શ્વાસ રૂંધાતા 4 કર્મીઓએ જીવ ગુમાવ્યા

ડાયમંડ સિટી સુરતમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરી નજીક ખાંડ બજાર વિસ્તારમાં આવેલા એક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા ચાર સફાઈ કામદારો ઝેરી ગેસના કારણે ફસાઈ ગયા હતા, જેમાં તેમનું મોત થયું છે.પ્રાથમિક માહિતી મુજબ ટેન્કની અંદર એકત્રિત થયેલા ઝેરી ગેસના કારણે કર્મીઓનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફાયર કંટ્રોલ રૂમને સવારે 10:22 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યો હતો, જેમાં શરૂઆતમાં એક વ્યક્તિ ફસાઈ હોવાનું જણાવાયું હતું. પરંતુ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે ચાર શ્રમિકો ટેન્કની અંદર બેભાન હાલતમાં હતા. ફાયર ટીમે ઓક્સિજન કીટ સાથે ટેન્કમાં ઉતરી ભારે જહેમત બાદ ચારેયને બહાર કાઢ્યા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ટેન્ક સફાઈ દરમિયાન થયેલી બેદરકારી અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Reporter: admin

Related Post