ગાંગુલી અને પઠાણે કર્યો સ્પષ્ટીકરણ, અટકળો પર વિરામ
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને લઈને ઉઠેલી રાજકીય ચર્ચાએ શનિવારે ભારે હલચલ મચાવી હતી. એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા દાવા બાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે મમતા બેનર્જી સાંસદ બનીને દિલ્હી રાજનીતિમાં સક્રિય થવા માંગે છે અને તેઓ બરહામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના ધરાવે છે.આ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હાલમાં બરહામપુરથી TMCના સાંસદ યુસુફ પઠાણને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી ત્યાં પેટાચૂંટણી યોજાઈ શકે અને મમતા બેનર્જી ઉમેદવાર બની શકે. આ સમાચાર બહાર આવતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો ધમધમાટ શરૂ થયો હતો.
પરંતુ આ સમગ્ર મુદ્દા પર સૌપ્રથમ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમણે આ દાવાઓને ખોટા ગણાવીને કહ્યું કે તેમને મમતા બેનર્જી તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી.ત્યારબાદ TMC સાંસદ યુસુફ પઠાણે પણ વીડિયો જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે તેમના અને મમતા બેનર્જી વચ્ચે રાજીનામા કે બેઠક બદલાવ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને આવી અફવાઓમાં કોઈ સત્ય નથી.આ સમગ્ર ઘટનાએ પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિને લઈને સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો હતો, જોકે બંને સ્પષ્ટીકરણ બાદ અફવાઓ પર હાલ માટે વિરામ લાગ્યો છે.
Reporter: admin







