CBIની મોટી કાર્યવાહી: હરિયાણા-ચંદીગઢમાં ₹661 કરોડના કૌભાંડ પર દરોડા
નવી દિલ્હીમાં CBI દ્વારા હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં થયેલા ₹661 કરોડના સરકારી ફંડ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એજન્સીએ દિલ્હી-NCR, ચંદીગઢ અને પંચકુલા સહિત કુલ 6 મહત્વપૂર્ણ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન કર્યું છે.આ દરોડા IDFC ફર્સ્ટ બેંક અને AU ફાઇનાન્સ બેંક મારફતે સરકારી નાણાંની કથિત હેરાફેરીના કેસ સાથે જોડાયેલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ પ્રશાસનના 2 વિભાગોના બજેટમાં ગંભીર ગેરરીતિ થઈ છે.
તપાસમાં ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CREST ચંદીગઢના બેંક ખાતાઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે. અગાઉ દાખલ ચાર્જશીટ મુજબ હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન અને હરિયાણા સ્કૂલ શિક્ષા પરિયોજના પરિષદના કેટલાક અધિકારીઓની સંડોવણી પણ સામે આવી હતી.CBIએ આ કાર્યવાહી દરમિયાન હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીઓના નિવાસસ્થાનો તેમજ કેટલીક ખાનગી કંપનીઓ પર પણ દરોડા પાડ્યા છે. તપાસમાં અનેક ડિજિટલ ડિવાઇસ, પ્રોપર્ટી દસ્તાવેજો અને કરોડોના ટ્રાન્ઝેક્શન સંબંધિત પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.એજન્સીના જણાવ્યા મુજબ કૌભાંડની કડી લાંબી છે અને આગામી દિવસોમાં વધુ આરોપીઓ સામે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તથા ધરપકડની પ્રક્રિયા તેજ થઈ શકે છે.
Reporter: admin







