વડોદરા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની હદમાં આવેલી નદી તેમજ અન્ય જળ સ્ત્રોતમાં નાહવા માટેનો પ્રતિબંધ લાવ્યો હતો જેનો કડક પણે અમલ કરાવવામાં આવી રહ્યો છે પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે યાત્રાળુઓને નદી ઘાટ ખાતેથી જ પરત મોકલી આપવામાં આવી રહ્યા છે.
ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ઠંડક મેળવવા માટે નદી તેમજ અન્ય જળ સ્ત્રોતમાં નાહવા માટે પહોંચી જતા હોય છે અને તેવામાં કેટલાક સ્થળોએ અકસ્માતના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવવું પડે છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લામાં અનેક લોકોએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે જેના કારણે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા નદી તેમજ અન્ય જળ સ્ત્રોતમાં નાહવા માટેનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેનો કડક બને અમલ કરાવવામાં આવી રહ્યો છે પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે પણ તેનો કડક અમલ કરાવાઈ રહ્યો છે શુક્રવારથી ગંગા દશહરાનો પ્રારંભ થતાં અનેક શ્રદ્ધાળુઓ માં નર્મદાના પૂજન અર્ચન તેમજ તેમાં સ્નાન કરવા આવતા હોય છે પરંતુ પ્રતિબંધના કારણે તેઓએ માત્ર દર્શન કરીને જ પરત ફરવું પડી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ આ મામલામાં કડક અમલ કરાવવા માટેના પ્રયાસો કરાવવામાં આવ્યા છે.
Reporter: News Plus