શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ની અક્ષરી બેન રાઠવા 700 માંથી 645 ગુણ મેળવી એ વન ગ્રેડ સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે
આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ 2024 ની HSC બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર થયું જેમાં પાવીજેતપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનું HSC નું 99.06 ટકા પરિણામ મેળવી ફરી એક વાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે. જેને લઇને શાળા સંચાલક મંડળના આધસ્થાપક શ્રી મોહનસિંહ રાઠવા પ્રમુખશ્રી રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા એ બોર્ડની પરીક્ષામાં ઝલહળતા પરીણામ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિઓ ને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકો ને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળામાં અક્ષરીબેન રાઠવા 645 ગુણ મેળવી પ્રથમ ક્રમે ઉમેશાબેન રાઠવા 599ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને રિંકુંબેન રાઠવા 588 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરેલ છે
Reporter: News Plus