News Portal...

Breaking News :

શ્રીરામ કૃષ્ણનની જાહેરાત: ટ્રમ્પના AI નીતિ સલાહકાર પદેથી આપશે રાજીનામું

2026-06-07 11:45:21
શ્રીરામ કૃષ્ણનની જાહેરાત: ટ્રમ્પના AI નીતિ સલાહકાર પદેથી આપશે રાજીનામું


શ્રીરામ કૃષ્ણનની જાહેરાત: ટ્રમ્પના AI નીતિ સલાહકાર પદેથી આપશે રાજીનામું

વ્હાઇટ હાઉસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પોલિસી એડવાઇઝર તરીકે કાર્યરત શ્રીરામ કૃષ્ણને શનિવારે જાહેરાત કરી છે કે તેઓ જૂન મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ સફર તેમના માટે જીવનભરનો યાદગાર અનુભવ રહ્યો છે.શ્રીરામ કૃષ્ણને પોતાના રાજીનામા પાછળ કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે થોડા સમયના વિરામ બાદ તેઓ ફરીથી AI ક્ષેત્રમાં મોટા પડકારો પર કામ કરશે અને એવી સંસ્થાઓ બનાવશે જે અમેરિકા તથા તેના સહયોગી દેશોને મદદરૂપ થાય.ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનનો જન્મ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો.

 તેમણે SRM યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ 2007માં અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. તેઓ માઈક્રોસોફ્ટ, યાહૂ, ફેસબુક, ટ્વિટર (X) અને સ્નેપ જેવી મોટી ટેક કંપનીઓ સાથે કામ કરી ચૂક્યા છે. 2016માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા હતા.તેમના પત્ની આરતી રામમૂર્તિ પણ ભારતીય મૂળના છે. કૃષ્ણને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં AI નીતિ બનાવવાનો અનુભવ તેમના માટે ગૌરવપૂર્ણ રહ્યો. તેમણે કહ્યું કે AI ટેકનોલોજી સાથે જોડાયેલા ઊર્જા, ડેટા સેન્ટર અને સુરક્ષા જેવા પડકારોનો સામનો કરવો જરૂરી છે.કૃષ્ણન અમેરિકાની AI નીતિ માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. હવે તેમના રાજીનામા બાદ AI નીતિ ટીમમાં ફેરફારની શક્યતા પણ ચર્ચામાં આવી છે.

Reporter: admin

Related Post