ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ ધાર્મિક તહેવારો અને પરંપરાઓની ઉજવણી શરૂ થઈ ગઈ છે. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ સમગ્ર માસ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
ગઈકાલે રાંધણ છઠની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મહિલાઓ દ્વારા પરિવાર માટે વિવિધ પ્રકારની વાનગીઓ અને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવે છે. પરંપરા મુજબ રાંધણ છઠના દિવસે બનાવેલું ભોજન બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે લેવામાં આવે છે.

આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને પરિવારના સુખ, શાંતિ તથા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.
શીતળા સાતમ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં શ્રદ્ધા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી રહી છે અને મહિલાઓ પરંપરાગત રીતે શીતળા માતાની પૂજા કરી રહી છે.

શ્રાવણ માસ દરમિયાન આવતી આ ધાર્મિક પરંપરાઓ માત્ર આસ્થા સાથે જ નહીં પરંતુ પરિવાર અને સમાજને જોડતી આપણી સંસ્કૃતિનું પણ મહત્વનું અંગ છે.
Reporter: admin







