News Portal...

Breaking News :

સેન્સેક્સ 80074 સ્તરને સ્પર્શ્યો: કેન્દ્રીય અંદાજપત્ર પર સૌની નજર

2024-07-03 10:54:26
સેન્સેક્સ 80074 સ્તરને સ્પર્શ્યો: કેન્દ્રીય અંદાજપત્ર પર સૌની નજર


મુંબઈ : શેરબજારે આજે  ત્રીજી જુલાઈના રોજ સતત બીજા દિવસે ઓલ ટાઇમ હાઈટ્રેડ કરી રહ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,074ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 24,307ના સ્તરને સ્પર્શ કર્યો હતો. હાલમાં સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે 79900ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.


કેન્દ્રીય અંદાજપત્રની સૌ પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે તેના પરથી સરકારના વલણ અને વિદેશી ફંડોની ચાલનો અંદાજ મળી શકશે. આ તરફ મોસમના મિજાજ પર પણ ઘણો આધાર છે. આખલો ચાતકની જેમ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો છે અને આખા અર્થતંત્રનું ભારણ મેઘરાજ પર છે.વરસાદની અસંતુલિત વ્હેચણી અને ખેંચ ફુગાવો વકરાવશે અને અર્થતંત્રની ગાડીને બ્રેક મારશે એવી આશંકા પણ સેવાઇ રહી છે. પાછલા સપ્તાહે ખાસ કરીને ફુગાવાની ચિંતાને કારણેે વૈશ્ર્વિક બજારના મિશ્ર સંકેતો છતાં ભારતીય બેન્ચમાર્ક શેરઆંકોએ આ સપ્તાહે લગભગ રોજ નવા શિખર સર કરવા સાથે નોંધપાત્ર સુધારો પણ નોંધાવ્યો હતો. 


બજારોએ પ્રવર્તમાન અપટ્રેન્ડને ચાલુ રાખીને પાછલા અઠવાડિયે બે ટકાથી વધુનો જમ્પ નોંધાવીને બે સપ્તાહના કોન્સોલિડેશનનો તબક્કો પૂરો કર્યો છે. દરમિયાન, થાઈલેન્ડ, પોલેન્ડ અને ચેક રિપબ્લિક, એમ ત્રણ દેશ ભારતના ત્રણ ઉભરતા બજાર સ્પર્ધકો છે, જેમને આગામી ૧૦ મહિનામાં જેપી મોર્ગન ઇમજગ માર્કેટ્સ બોન્ડ ઈન્ડેક્સમાં પોતપોતાના વેઈટેજમાં ઘટાડાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે એમ એચએસબીસીના વિશ્ર્લેષકોએ તાજેતરમાં જણાવ્યું હતું. ૨૮ જૂન, ૨૦૨૪થી ભારત સરકારની સિક્યોરિટીઝ આ ઇન્ડેક્સમાં સામેલ થવાનું શરૂ થયું છે.

Reporter: News Plus

Related Post