News Portal...

Breaking News :

ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે' મુદ્દો ભાજપ પ્રદેશની બે દિવસની કારોબારી બેઠકમાં ચર્ચાશે?

2024-07-03 10:12:57
ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે' મુદ્દો ભાજપ પ્રદેશની બે દિવસની  કારોબારી બેઠકમાં ચર્ચાશે?


અમદાવાદ : આવતીકાલે 4 જુલાઈએ બોટાદના સારંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની  કારોબારી બેઠક યોજાશે. જેમાં 'ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે' તેવા કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીના સંસદમાં કરેલા નિવેદન મામલે ચર્ચા થઇ શકે છે. 


પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે, CR પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. હવે પાટીલના અનુગામી અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે. કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને  ગુજરાત ભાજપના કાર્યકરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા  છે.બોટાદ સ્થિત પુરુષોતમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. આ કારોબારીની બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઇને આયોજન કરવામાં આવશે. સાથે સાથે આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનિતી ઘડવામાં આવનાર છે. બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તે પસાર કરવામાં આવશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીક સપનું ચકનાચૂર થયુ હતું.  


બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરતાં ભાજપે આ બેઠક કેમ ગુમાવી તે અંગેના કારણોની વિગતવાર ચર્ચા કરશે.જુલાઈના બીજા સપ્તાહથી ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું  છે તે અંગે પણ ભાજપના વિવિધ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત-પાલિકાની ચૂંટણી ભાજપ માટે પડકાર સમાન છે. આ જોતાં ફરી એકવાર સંગઠનને ચૂંટણી કામે લગાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે કારોબારીની બેઠકમાં સૌથી પહેલાં કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તે મુદ્દે અટકળો ચાલી રહી છે. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખુય ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે કે ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે. આ ચેલેન્જને પગલે પણ ભાજપ મનોમંથન કરશે.

Reporter: News Plus

Related Post