વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટી બંધના એલાનને એક્સપરિમેન્ટલ ગેટ બંધ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો તે કરતાની સાથે જ સ્થળ ઉપર સયાજીગંજ પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન ના પ્રમુખને તાત્કાલિક અટકાયત કરી સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટી નું બંધનું એલાન ઘોષિત કરતા વડોદરાના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે તેમજ એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ તેમજ પૂર્વ નેતાઓ આ ઘટનાને લઈને ચુપ્પી સાદી લીધી છે તેમ જણાઈ આવે છે. વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમ.એસ યુનિવર્સિટી બંધ કરાવવા માટે તમામ સંગઠનના કાર્યકર્તાઓ એકત્રિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સંગઠનના કાર્યકર્તાઓની રાહ જોયા સિવાય એમએસ યુનિવર્સિટીના પીડિત વિદ્યાર્થીઓની વેદના સહન ન થતા વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન નિલેશ વસઈકર દ્વારા એક્સપરિમેન્ટલ ખાતે આવેલો એમએસ યુનિવર્સિટી નો ગેટને તાળાબંધી કરી પોતાની આપેલું બંધનું એલાન પાલન કરવા નીકળી પડ્યા હતા.
વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમ એસ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ બંધ કરાવવામાં આવશે ઘોષણા કરવામાં આવી હતી જેની શરૂઆત આર્ટસ ફેકલ્ટી થી શરૂઆત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું બંધનું એલાન નિષ્ફળ જાય તે માટે અગાઉથી અગમચેતીના ભાગરૂપે યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ ગેટ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગેટ બંધ કરવાના પ્રયાસ હાથ ધરતાની સાથે જ વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન ના પ્રમુખની અટકાયત કરી સયાજીગંજ પોલીસ ખાતે લઇ જવામાં આવ્યો હતો
Reporter: News Plus