અમદાવાદ વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા મીણબત્તી પ્રગટાવી અને બે મિનિટ નું મૌન પાડી તમામ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

અમદાવાદ થી લંડન જય રહેલી એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરી થોડીક ક્ષણોમાં ક્રેસ થયું હતું જેમાં 250 થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું. પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરો સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું.

જેને લઇને સમગ્ર વિશ્વમાં દુઃખદ ઘટના ને લઈને સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા અમદાવાદની બનેલી ઘટના માં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરો એ મીણબત્તી પ્રગટાવી સાથે બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

Reporter: admin







