News Portal...

Breaking News :

સનાતની યુવા સેના દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ

2026-06-07 13:44:28
સનાતની યુવા સેના દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ


સનાતની યુવા સેના દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ

વડોદરા શહેરમાં કાર્યરત સનાતની યુવા સેના દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં શાળાકીય બેગ, નોટબુક, પેન્સિલ અને રબર જેવી આવશ્યક સામગ્રી આપવામાં આવી હતી.સંસ્થા છેલ્લા 96 રવિવારથી સતત ‘બટુક ભોજન’ કાર્યક્રમ ચલાવી રહી છે. આ સેવા શ્રેણીને આગળ વધારતા હવે શાળાઓ શરૂ થતાં બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો તેમજ તેમને ધાર્મિક અને નૈતિક સંસ્કારો સાથે જોડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વડોદરાના મેયર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.સંસ્થાના આ પ્રયાસોથી શહેરના અનેક જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં મદદ મળી રહી છે અને સામાજિક સેવા પ્રવૃત્તિઓને વધુ ગતિ મળી રહી છે.

Reporter: admin

Related Post