બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ૩ મેમન જમાત દ્વારા ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજાયો

વર્ષોની પરંપરા મુજબ બાળકોના શિક્ષણ, પ્રોત્સાહન અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વડોદરાની ત્રણેય મેમન જમાતો – મોરબી ટંકારા મેમન જમાત, વડોદરા મેમન જમાત તથા હલાઈ અમરેલી મેમન જમાતના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના માંડવી લાડવાડા સ્થિત મેમન હોલ ખાતે ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ ઈકબાલભાઈ ઓફિસર અને શરીફ ભાઈ તેમજ મચ્છીવાલા ની તેમજ સમાજ ના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઈકબાલ મેમન,ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન ના સી ઝોન ના પ્રમુખ સલીમ ભાઈ ચંપલ વાળા પ્રમુખ ગુલામભાઈ દાઉદભાઈ મેમન સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી તેમના વધુ સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં મેમન જમાતના સભ્યો, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ઇનામ વિતરણ કાર્યક્રમ નિહાળ્યો હતો.કાર્યક્રમના અંતે આયોજક કમિટી દ્વારા ઉપસ્થિત મહેમાનો, સમાજજનો તથા સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.
Reporter: admin







