ભારત માટે લાલબત્તી: દિલ્હીમાં પ્રજનન દર ફિનલેન્ડથી પણ ઓછો
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતના ઘટતા પ્રજનન દરને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતના ઘટતા જન્મદર અંગે ચિંતા વ્યક્ત કરી છે.મીડિયા રિપોર્ટ્સ અને આંકડા અનુસાર ભારતમાં કુલ પ્રજનન દર (TFR) હવે 2.3 થી ઘટીને લગભગ 1.9 પર આવી ગયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ 2.1 કરતાં ઓછો છે. ચિંતાજનક બાબત એ છે કે રાજધાની દિલ્હીમાં આ દર ઘટીને લગભગ 1.2 સુધી પહોંચી ગયો છે, જે કેટલાક યુરોપિયન દેશો કરતાં પણ ઓછો ગણાય છે.‘ધ ઇકોનોમિસ્ટ’ના રિપોર્ટ અનુસાર ભારતની વસ્તી રચનામાં ઝડપી બદલાવ આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ (UNFPA)ના આંકડા પણ દર્શાવે છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધારાઓ છતાં જન્મદર સતત ઘટી રહ્યો છે.નિષ્ણાતોના મત મુજબ જો આ પ્રવાહ ચાલુ રહ્યો તો આગામી વર્ષોમાં ભારતમાં યુવાનોની સંખ્યા ઘટશે અને વૃદ્ધ વસ્તી વધશે, જેના કારણે દેશની આર્થિક ગતિ અને કામકાજની ક્ષમતા પર અસર પડી શકે છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ માટે લાંબા ગાળાની જનસંખ્યા નીતિ ઘડવાની જરૂરિયાત ઉભી થઈ છે.
Reporter: admin







