News Portal...

Breaking News :

‘ફેક’ ડિલિવરી કોલથી ફસાવીને ગોળી મારી, ઘટના બાદ ખળભળાટ

2026-06-07 12:33:29
‘ફેક’ ડિલિવરી કોલથી ફસાવીને ગોળી મારી, ઘટના બાદ ખળભળાટ


 ‘ફેક’ ડિલિવરી કોલથી ફસાવીને ગોળી મારી, ઘટના બાદ ખળભળાટ

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં તેલંગાણાના 28 વર્ષીય ભારતીય યુવક અંશુલ કુંચાની ગોળી મારીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, સમગ્ર ઘટના એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે, જેમાં અંશુલને ‘ફેક’ પિઝા ડિલિવરી ઓર્ડરના બહાને સુનસાન વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો.અંશુલ કુંચા અમેરિકામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કાયમી નોકરી કરતો હતો અને વધારાની આવક માટે વીકએન્ડમાં પિઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કરતો હતો. શનિવારે રાત્રે તેને એક અજાણી જગ્યાએ ડિલિવરી માટે ઓર્ડર મળ્યો હતો, જ્યાં પહોંચતાં જ તે કોઈ ગ્રાહક વિના એકાંત વિસ્તારમાં ફસાઈ ગયો હતો.

આ દરમિયાન બે નકાબપોશ હુમલાખોરોએ અચાનક તેના પર હુમલો કરી માથામાં અનેક ગોળીઓ મારી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં કોઈ લૂંટફાટ ન થતાં આ એક સુનિયોજિત હત્યા હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે.પરિવારનો આરોપ છે કે આ સમગ્ર ઘટના માત્ર અંશુલને નિશાન બનાવીને કરવામાં આવી હતી અને અગાઉ પણ તેના પર લૂંટનો પ્રયાસ થયો હતો, પરંતુ તે વખતે આવો જીવલેણ હુમલો નહોતો થયો. અંશુલની બહેને આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે અને વિદેશમાં બાળકોને ન મોકલવા માટે ભાવુક અપીલ પણ કરી છે.ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે ઘટનાની નોંધ લઈને સ્થાનિક અમેરિકન સત્તાવાળાઓ સાથે સંપર્ક કર્યો છે. પરિવારને ન્યાય મળે અને આરોપીઓને ઝડપી લેવામાં આવે તે માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post