છેલ્લા 19 વર્ષથી ચૈત્ર મહિનામાં સાવલી હાલોલ રોડ ઉપર આઈ.ટી.આઈ પાસે આવેલા વિસામાનું આયોજન કરવામાં આવે છે.

દરેક ભાવિક ભક્તોના સાથ સહકારથી આ વિસામા નું સંચાલન કરવામાં આવે છે. આ વિસામા માં નિઃશુલ્ક દરેક સેવાઓ આપવામાં આવે છે. જેમકે યાત્રાળુઓ માટે રહેવાનું અલ્પાહાર. ભોજન.તથા છાશ . અને પાણી તથા દવાઓ અને માલિશ પણ યાત્રાળુઓ ને કરી આપવામાં આવે છે. અહીંયા દૂર દૂરથી પગપાળા યાત્રાળુઓ આવે છે. ૧૯ વર્ષ થી સતત આ વિસામાનું આયોજન કરવામાં આવે છે.

અહીંયા છેલ્લા ઘણા સમયથી સાવલી નગરના તેમજ મુવાલ ગામના વિસ્તારના યુવાનો સેવાઓ આપે છે. અને આ વિસામા નું સંચાલન રમેશભાઈ પંચાલ કરી રહ્યા છે. રમેશભાઈ પંચાલ છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે દર વર્ષે ચૈત્ર મહિનામાં અહીંયા સેવા આપી રહ્યા છે. આ વિસામો ચૈત્ર મહિનામાં પાવાગઢ જતા શ્રદ્ધાળુ ઓ માટે આયોજન કરવામાં આવે છે.

Reporter: admin