વડોદરા : કોર્પોરેશનના પાંચ પદાધિકારી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ઝોન કક્ષાએ કોર્પોરેટરોના કામો થાય અને કોર્પોરેશનની સામાન્ય સભા મહિનામાં બે વખત મળે છે તેના બદલે એક વખત જ બોલાવવાનું નક્કી થયું હતું.
વડોદરા કોર્પોરેશનના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ એ જે દિવસે હોદ્દો અખત્યાર કર્યો તે દિવસે મેયર અને ચેરમેનને તેઓ મળ્યા હતા જેથી એક બે પદાધિકારીએ સંયુક્ત બેઠક બોલાવવા માંગણી કરી હતી જે આધારે મેયરએ મ્યુનિસિપલ કમિશનર સાથે પાંચ પદાધિકારી ની બેઠક બોલાવી હતી
આ બેઠકમાં કોર્પોરેટરોના પ્રશ્નો બોર્ડ અને ઝોન કક્ષાએથી નિકાલ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અગાઉ ઝોન કક્ષાએ કોર્પોરેટરો અને ડેપ્યુટી કમિશનર તેમના સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક મળતી હતી તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ થઈ ગઈ છે ત્યારે ઝોન કક્ષાએ આ કામગીરી થવી જોઈએ તેવી ચર્ચા પણ થઈ હોવાનું જાણવા મળે છે.
Reporter: admin